૧. ઇઝરાયલી બંધકોનું ગાઝામાં વિભાજન
૨. ખુફિયા સુરક્ષા એજન્સીએ આપી માહિતી
ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુધ્ધને ૧ મહિનાથી પણ વધારે સમય થઇ ગયો છે ત્યારે ઇઝરાયલી બંધકોનું ગાઝામાં થયેલા વિભાજનના સમાચાર પણ સામે આવી રહ્યા છે. ઇઝરાયલી સુરક્ષા એજન્સીઓએ અનુમાન લગાવ્યું છે કે હમાસના કબ્જામાં 180 બંધકો છે જેમાંથી લગાવેલા અનુમાન પ્રમાણે 40 બંધકો ફીલિસ્તીન ઇસ્લામિક જેહાદના અને ૨૦ અન્ય ઇસ્લામી સમૂહોની હિરાસતમાં છે. દેશની ખુફિયા એજન્સીઓએ ઇઝરાયલના યુધ્ધ કેબીનેટ અને ઇઝરાયલ ડિફેંસ ફોર્સેજને આ જાણકારી આપી છે. આપેલી જાણકારી ઇઝરાયલે અમેરિકાને આપી દિધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકા આ આવેલ સંકટના સમાધાન અને બંધકોને છોડાવવા માટે મધ્યસ્થતા કરી રહ્યું છે.