ભાજપે જાહેર કર્યું ઉમેદવારોનું બીજું લિસ્ટ, જાણો આ લિસ્ટમાં શું છે ભાજપનો ચૂંટણી એજન્ડા 3.0

 Outlook Highlight:

1. ભાજપની ગુજરાતમાં ક્યાંક જોવા મળી રિપીટ થીયરી

2. જાણો બીજા ઉમેદવારોના લિસ્ટમાં ભાજપનો શું છે એજન્ડા

૩. ગુજરાતની 11 સીટ પૈકી 7 ઉમેદવારોના નામ થયા જાહેર

ધ મીડિયા આઉટ લૂક ટીમ, નવી દિલ્લી:

14th March, 2024 08:47 PM

ભાજપે આખરે આવનારી લોકસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોનું બીજું લિસ્ટ જાહેર કરી દીધું છે. આ યાદીમાં ઉલ્લેખનીય રીતે 72 ઉમેદવારોના નામોનું એલાન કરવામાં આવ્યું છે. તો સાથે ભાજપે ગુજરાતની 11 સીટ પૈકી 7 ઉમેદવારોના નામ જાહેર કરીને ક્યાંક રિપીટ તો ક્યાંક નો રિપીટ થીયરીથી લોકોને ચોંકાવી દીધા છે.

ભાજપની ઉમેદવારોની બીજી યાદિનું ગણિત સમજીએ તો ઉલીખનીય છે કે ભાજપની ઉમેદવારોની બીજી યાદીમાં 10 એસસી, 9 એસટી સહિત 15 મહિલાઓને તક આપવામાં આવી છે તો આ સાથે જ દિગ્ગજ નેતાઓને પારખીને યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. યાદીમાં શામેલ મોટા માથાં જેવા કે કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીને નાગપુરથી તો હરિયાણાના કરનાલથી પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, તેમજ મુંબઈ નોર્થથી પિયુષ ગોહેલને ટિકિટ આપવામાં આવી છે. તો આ સાથે અન્ય કેન્દ્રીયમંત્રી અનુરાગ ઠાકુર હિમાચલ પ્રદેશ સ્થિત હમીરપુરથી, કેન્દ્રીયમંત્રી પ્રહલાદ જોશી કર્ણાટકમાં આવેલા ધારવાડ પ્રદેશથી, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદીરપ્પાના પુત્ર બી.વાય. રઘવેન્દ્ર કર્ણાટકના શિમોગા પ્રાંતમાંથી તો આ સાથે ઉત્તર બેંગ્લુરુથી શોભા કરંદલા ચૂંટણી લડશે.

વાત કરીએ ગુજરાત રાજ્યના 7 ઉમેદવારોની તો ભીખાજી ઠાકોરને સાબરકાંઠાથી, નિમુબેન બાંભણીય ભાવનગરથી, જસુભાઈ રાઠવા છોટા ઉદેપુરથી, મુકેશ દલાલ સુરતથી, ધવલ પટેલ વલસાડથી તો બીજી તરફ રિપીટ થિયરીમાં હસમુખ પટેલ અમદાવાદ પૂર્વમાંથી અને રંજન ભટ્ટ ભાવનગરથી લોકસભાની ચૂંટણીમાં જંપલાવશે. મહત્વનું છે કે ગુજરાતમાં હજુ 4 બેઠક પર નામ જાહેર કરવાના બાકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *