Outlook Highlight:
1. શું તમે પણ વિતાવી રહ્યાં છો કલાકો તમારા ફોન સાથે?
2. વધારે પડતા સ્માર્ટફોનના ઉપયોગથી તમને થઈ શકે છે Nomophobia.
3. જાણો શું છે આ Nomophobia નામની બીમારી
ધ મીડિયા આઉટ લૂક ટીમ:
15th March, 2024 06:47 PM
આજના Artificial Intelligence એટલે કે AI ના જમાનામાં ટેકનોલોજીએ મનુષ્ય જાતિને ઘણી ખરી મદદ કરી છે તો આ સાથે ઘણી મુશ્કેલીઓને પણ જન્મ આપ્યો છે. એમાં પણ જો વાત કરીએ સ્માર્ટફોનની તો આજકાલ જ્યાં જુઓ ત્યાં લોકોને સ્માર્ટફોનનું વળગણ જોવા મળી રહ્યું છે, લોકો એટલા તો ફોનમાં વ્યસ્ત થઈ ગયા છે કે જો તેમની પાસેથી તેમનો સ્માર્ટફોન લઈ લેવામાં આવે તો તેમનો મિજાજ પણ બદલાઈ જાય છે. જો આવું જ કઈંક તમારી સાથે ઘટી રહ્યું છે તો ચેતી જજો કારણકે તમે પણ હોય શકો છો Nomophobia નામની બીમારીનો શિકાર. જી હાં! જો તમારો મોટા ભાગનો સમય તમે સ્માર્ટફોન સાથે વિતાવી રહ્યાં છો તો તમારે જરૂર છે ચેતવાની.
શું છે આ Nomophobia?
Nomophobia એક એવી બીમારી છે કે જે સરળ ભાષામાં કહીએ તો એ એવી વ્યક્તિને થાય છે કે જે નિશ્ચિત સમય કરતાં પણ વધારે સમય સ્માર્ટફોન સાથે વિતાવે છે. આ બીમારીમાં જે તે વ્યક્તિ એટલી સ્માર્ટફોનમાં ડૂબી જાય છે કે તેને આજુબાજુમાં શું ચાલી રહ્યું છે તેની પણ ખબર હોતી નથી અને એટલું જ નહીં પોતાના સ્માર્ટફોન વગર એક સેકન્ડ પણ કાઢવી તેના માટે મુશ્કેલ થઈ જાય છે. Nomophobia નામની બીમારીને ઊંડાણથી સમજીએ તો Nomophobia એટલે નો-મોબાઈલ-ફોબિયા, કે જે એક સાઈકૉલોજિકલ પરિસ્થિતિનું નિર્માણ કરે છે. એટલું જ નહીં Nomophobia એક એવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે કે સ્માર્ટફોનનો વધુ ઉપયોગ કરનાર ઉપભોગકર્તા પાસેથી ફોન લઈ લેવામાં આવે છે તો તે બેચેન થવા લાગે છે.
કઈ રીતે બચી શકો આ નોફોબિયા થી?
એક્સપર્ટનું માનીએ તો જેમ દરેક પરિસ્થિતિનો ચોક્કસ એક ઈલાજ હોય છે તેમ આ બીમારીનો પણ એક ઈલાજ છે. જી હાં આ ફોબિયાથી બચવા માટે ઉપયોગકર્તાએ સ્માર્ટફોનનો ત્યારે જ ઉપયોગ કરવો કે જ્યારે તે ખૂબ જ જરૂરી હોય, અને સ્માર્ટફોનના ઉપયોગ માટે એક નિશ્ચિત સામે નક્કી કરી લેવો. આ સાથે સ્માર્ટફોનની આદતને ના કહેવા માટે તમે ફોનની જગ્યાએ પુસ્તકોનો પણ સહારો લઈ શકો છો. અને ના જ માત્ર પુસ્તકો પણ તમે આ સાથે મ્યુજિક સંભાળવું, મેડીટેશનનો પણ સહારો લઈને આ આદત અને Nomophobia નામની બીમારીથી બચી શકો છો.