Outlook Highlight:
1. કેન્દ્ર સરકારે ચૂંટણી સમયે આપી એક નવી ભેટ
2. પેટ્રોલ-ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો થયો ઘટાડો
૩. સામાન્ય નાગરિકના ખીસામાં બચશે નજીવા પૈસા
ધ મીડિયા આઉટ લૂક ટીમ, નવી દિલ્લી:
15th March, 2024 07:39 PM
જેમ જેમ ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ પ્રજાને એક પછી એક એમ ભેટ સૌગતો કેન્દ્ર સરકાર પાસેથી મળી રહી છે, જેમાં મળેલ અહેવાલ પ્રમાણે ભારત સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો કરીને સામાન્ય નાગરિકને વધુ એક ભેટ આપી છે. મહત્વનું છે કે આ પેટ્રોલ-ડીઝલના આ નવા ભાવ 15 માર્ચ,2024 ના રોજ સવારે 6 કલાકથી ભારતભરમાં લાગુ થઈ ગયા.
મળેલ અહેવાલ પ્રમાણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં પરિવર્તન આવતાની સાથે જ સામાન્ય નાગરિકના ખીસા પર પૈસાનું થોડું ભારણ ઓછું થયું છે તો બીજી તરફ સરકારની તિજોરી પર કરોડોનું ભારણ વધી જવા પામ્યું છે. મહત્વનું છે કે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ જેવી કે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, બીપીસીએલ અને એચપીસીએલના શેરો ઓલ ટાઈમ 9 ટકાના દરે નીચા જોવા મળ્યા હતાં.
વાત કરીએ ગુજરાતમાં ઘટેલા પેટ્રોલ-ડીઝલના ભાવ વિશે તો, ગુજરાતમાં આજ સવારથી પેટ્રોલની કિમત 94.44 રૂપિયા પ્રતિ લિટર થવા પામી છે તો બીજી તરફ ડીઝલના ભાવ ઘટીને 90.11 રૂપિયા પ્રતિ લિટર થવા પામ્યા છે. આ સાથે રાજધાની દિલ્લીમાં પેટ્રોલ નવો ભાવ 94.72 રૂપિયા તો ડીઝલ 87.62 રૂપિયા પ્રતિ લિટર નોંધાયુ છે. મુંબઈમાં પેટ્રોલના ભાવ ઘટીને 104.21 રૂપિયા તો ડીઝલના ભાવ ઘટીને 92.15 રૂપિયા પ્રતિ લિટર થવા પામ્યા છે.