Outlook Highlight:
1. જાણો Basil Seeds ના ફાયદા વિશે
2. કેટલા પ્રમાણમાં Basil Seeds નું સેવન ફાયદાકારી છે?
૩. જાણો ગુણોથી ભરપૂર આ કાળા બીજ વિશે
ધ મીડિયા આઉટ લૂક ટીમ:
29th March, 2024, 05:40PM
સબ્જા કહો કે તૂલસીના બીજ, કાળા બીજ કહી લો કે પછી Basil Seeds, આ કુદરતી બીજના અગણિત ફાયદા એ મનુષ્ય માટે જાણે આશિર્વાદ અને વરદાનરૂપ છે. આવો આજે અમે તમને જણાવી દઈએ કે ગુણોથી ભરપૂર એવા Basil Seeds ના ફાયદા વિશે.
શું છે Basil Seeds ના ફાયદા
- Basil Seeds એટલે કે સબ્જા એટલા ઠંડા હોય છે કે તે શરીરમાં રહેલી ગરમીને શોષી લઈને ગરમીથી રાહત આપે છે. ઠંડાઈ કે પછી ફળોના જ્યુસમાં ગરમી માટે આદર્શ એવું Basil Seeds નું સેવન શરીરને ઠંડકની સાથે સાથે ગરમીથી પણ બચાવે છે.
- પાચનયુક્ત એવા Basil Seeds માં ફાયબર નામનું તત્વ રહેલું છે કે જે મનુષ્યને પાચનને લગતી સમસ્યાઓ કે પછી ખોરાકને પાચન કરવામાં મદદરૂપ નીવડે છે.
- વજન ઘટાડવા માટે ડાયટમાં Basil Seeds એટલે કે તુલસીના બીજનો ઉપયોગ કરવાથી તે ફાયદારૂપ સાબિત થાય છે.
- જે લોકોનું બ્લડ સુગર કંટ્રોલમાં ના આવતું હોય તેના માટે Basil Seeds નું સેવન આશિર્વાદરૂપ સમાન છે.
- તુલસીના બીજમાં રહેલા ફાયબર, એંટીઑક્સીડન્ટ, આયરન અને મેગ્નેશિયમથી સ્વાસ્થ્યમાં સુધારો ચોક્કસથી મળે છે પણ તેની સાથે સાથે સૌંદર્યકરી પણ છે એટલે ત્વચામાં નિખાર લાવવામાં તે ખૂબ જ ઉપયોગી છે.
જાણો Basil Seeds નું સેવન કેટલા પ્રમાણમાં અને કેવી રીતે કરવું જોઈએ
વાત કરીએ આ અદભૂત અને સ્વાસ્થ્યકારી એવા બીજની તો વધારે પડતાં આ બીજના સેવનથી સોજા ચઢવા, પેટને લગતી સમસ્યા કે પછી દસ્ત જેવી સમસ્યા થઈ શકે છે. આ સમસ્યાના નિવારણ માટે પોતાના આહારમાં બે ચમચી જેટલા Basil Seeds નું નિત્યરૂપે સેવન કરવાથી ટૂંકા સમયગાળામાં જ તેના અદભૂત ફાયદા જોવા મળે છે.