Outlook Highlight:
1. Tabbu, Karina, Kruti નો જોવા મળ્યો ધાંસુ અંદાજ
2. Crew માં અભિનેત્રીઓના અભિનયે ફેન્સને હસાવ્યા
૩. જાણો ફેન્સના દિલ પર રાજ કરવામાં સફળ થશે આ ફિલ્મ કે નહીં
ધ મીડિયા આઉટ લૂક ટીમ:
29th March, 2024 07:00PM
રાજેશ કૃષ્ણન નિર્દેશિત Crew મૂવીએ પહેલા જ દિવસે પોતાના ફેન્સને હસાવવામાં સફળ રહી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીને એક નવો મોડ આપતી આ ફિલ્મમાં તબ્બુ, કરીના અને કૃતિ સેનને ગર્લ ગેંગનો પાવર બતાવીને પ્રેક્ષકોને ખુશ કરવામાં સફળતા મેળવી છે.
ગુડ ફ્રાઈડેના રોજ Release થયેલી આ ફિલ્મમાં ત્રણે અભિનેત્રીઓની આર્થિક પરિસ્થિતિ નબળી બતાવવામાં આવી છે જેના લીધે તેઓ પોતાની જિંદગીથી ત્રસ્ત છે. વાત કરીએ ફિલ્મમાં રહેલા તેમના કિરદારોની તો તબ્બુ, કરીના અને કૃતિ ફિલ્મમાં તમને અપરાધ કરતી જોવા મળશે અને ફિલ્મમાં દર્શાવાયું છે કે તેઓ જે કરે છે તે યોગ્ય છે. વાત કરીએ Songs ની તો, મૂવીના સોંગ્સ લોકોને પસંદ પડી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે રાજેશ કૃષ્ણન નિર્દેશક આ બીજી ફિલ્મ છે, આ પહેલાંની ફિલ્મ Lootcase તો તમને યાદ જ હશે. ઓટીટી પડદે આવેલી લૂટકેસ રાજેશની પહેલી અને મોટા પડદા પર આવેલી આ પહેલી ફિલ્મ છે.
એકતા કપૂર અને અનિલ કપૂર નિર્મિત આ ફિલ્મમાં ચતુરાઈથી દેશમાં ઘટેલી સત્ય ઘટનાને દર્શાવવામાં આવી છે કે કઈ રીતે હવાઈ જહાજનો માલિક દેશને બેવકૂફ બનાવીને વિદેશમાં મજા કરે છે. સમાજનો અરીસો બનતી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે કે કેમ એ તો આવનારો સમય જ બતાવશે પણ 2 કલાકની આ ફિલ્મ દર્શકોને હસાવવમાં પહેલા દિવસે સફળ થઈ છે, જે રાજેશ કૃષ્ણન માટે સફળતાની સીડી સમાન છે.
Movie | Crew |
Actors | Tabbu, Karina Kapoor Khan,
Kruti Senon, Kapil Sharma, Diljit |
Writer | Nidhi Mehra, Mehul Soori |
Director | Rajesh Krishnan |
Producer | Ekta Kapoor, Anil Kapoor |
Release | 29 March, 2024 |
Rating | 3/5 |