Outlook Highlight:
1. તમારા Skin Care માટે કયું કંદમૂળ બેસ્ટ છે
2. શું છે આ Beauty Care?
૩. જાણો કઈ રીતે કોઈ કંદમૂળના ઉપયોગથી Acne અને Pimple જેવી સમસ્યાને દૂર કરી શકે છે
ધ મીડિયા આઉટ લૂક ટીમ:
30th March, 2024 06:13 PM
શું તમે પણ Acne અને Pimple જેવી સમસ્યાથી કંટાળી ગયા છો? શું તમે Acne અને Pimple ને લગતી beauty treatment લઈને પણ પરેશાન છો? શું તમે અધધ પૈસા તમારા પિમ્પલ અને ઍકનેને દૂર કરવામાં વેડફી ચૂક્યા છો? જો તમે આ બધુ જ કરીને કંટાળી ગયા હોય તો આજે અમે તમારા માટે એવો ઉપાય લઈને આવ્યાં છે જેના માટે તમારે જરૂર પડશે એક લાલ રંગના કંદમૂળની, કે જે તમારી સમસ્યાના best ઈલાજ તરીકે કામ કરશે. આવો જાણીએ Acne અને Pimple ને દૂર કરવામાં મદદ કરતાં આ કંદમૂળની.
Acne અને Pimple જેવી સમસ્યાથી રાહત મેળવવા માટે આજથી જ ઉપયોગ કરો આ કંદમૂળનો
આટલી બધી hint પરથી તમને તો ખ્યાલ આવી જ ગયો હશે કે અમે કયા કંદમૂળની વાત કરી રહ્યાં છીએ. જી હાં વાત કરીએ beetroot ની તો બીટ એક એવું ફળ છે કે જે એંટીઑક્સિડન્ટ્સથી ભરપૂર છે. Healthy skin ની સાથે સાથે ફેસ પર ગ્લો લાવવા માટે પણ બીટનો ઉપયોગ કરવામાં આવે છે. બિટરૂટને સ્કીન પર લગાવવાથી જ ચેહરો કોમળ રીતે ખીલે ઉઠે છે અને એટલું જ નહીં ચહેરા પર glow પણ આવે છે. ચહેરા પર નિખાર લાવવાની સાથે સાથે બીટ ઍકને અને પિમ્પલને દૂર કરવામાં પણ મદદ કરે છે. આવો જાણીએ કઈ રીતે બીટનો ઉપયોગ તમારા ચહેરાને લગતી સમસ્યાને દૂર કરશે.
જાણો કઈ રીતે બીટરૂટના ફેસપેકથી થાય છે ફાયદો
- બીટરૂટનો પલ્પ કે જ્યૂસ ના માત્ર ચહેરા પર લગાવવાથી પણ તેના જ્યૂસના સેવનથી શરીરમાં જમા થયેલો કચરો સાફ કરી નાખે છે. એટલું જ નહીં શરીરમાં રહેલા લોહીને શુદ્ધ કરીને સ્કિનને પણ સ્વસ્થ બનાવવામાં મદદરૂપ થાય છે.
- જે લોકોની સ્કીન ઓઈલી છે તેઓ માટે બીટ રામબાણ ઈલાજ છે. રોજ બીટની પેસ્ટ કે પછી જ્યૂસ ચહેરા પર લગાવવાથી ઓઈલી સ્કીનમાંથી છૂટકારો મળે છે.
- મહત્વના કહી શકાય એવા જે સ્ત્રીઓને ઍકને અને પિમ્પલ વારંવાર થાય છે તેઓ જો બીટનો ઉપયોગ નિયમિત રીતે ચહેરા પર કરે તો ઘણાં અંશે તેમાંથી આરામ મળે છે.
- Face ની સ્કીન પર જમા થયેલી જે dead સ્કીન છે તેને બીટના ફેસપેકને લગાવવાથી ઘણી સરળતાથી દૂર કરી શકાય છે.
બીટનો તમારી જિંદગીમાં દરરોજ ઉપયોગ તમારી ઘણી સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ થશે. એટલું જ નહીં બીટનું સેવન તો આંખો, બ્રેન અને શરીરના હાડકાને પણ મજબૂત કરવામાં પણ ખૂબ જ મદદરૂપ છે.