Loksabha Election 2024: BJP એ જાહેર કર્યું લોકસભા ચૂંટણીને લઈને ઘોષણા પત્ર

Outlook Highlight:

1. ભાજપ અધ્યક્ષે જાહેર કરી મેનિફેસ્ટો કમિટીની જાહેરાત

2.જાણો કોને કોને આ કમિટી માટે પસંદ કરવામાં આવ્યાં છે

૩. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સહિત આ કમિટીમાં 27 સભ્યની પસંદગી

ધ મીડિયા આઉટ લૂક ટીમ, નવી દિલ્લી:

30th March, 2024 08:35 PM

શનિવારે (30 માર્ચ,2024) સાંજે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગત પ્રકાશ નડડાએ આવનારી લોકસભાની ચૂંટણી 2024ને લઈને પોતાના 27 સભ્યોની મેનિફેસ્ટો કમિટીની રચના કરીને તેનું લિસ્ટ જાહેર કરી દીધું છે. જેમાં દરેક સભ્યને ચૂંટણી દરમિયાન ચોક્કસ કામ ફાળવવામાં આવશે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના અધ્યક્ષમાં બનેલી આ સમિતિમાં નાણાં મંત્રી નિર્મલા સિતારામનને સંયોજક અને પિયૂષ ગોયલને સહ-સંયોજકનું પદ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત આ કમિટીના ભાગ એવા અન્ય સભ્યોની વાત કરીએ તો આ સમિતિમાં ભારત દેશના ચાર રાજયોમાંથી મુખ્યમંત્રીની પણ સભ્ય તરીકે પસંદગી કરવામાં આવી છે.

જાણો કયા રાજ્યના મુખ્યમંત્રી પર સભ્ય તરીકે પસંદગી કરવામાં આવી છે   

લોકસભા ચૂંટણી 2024ના ચૂંટણી ઢંઢેરામાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંતા વિશ્વશર્મા અને છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયની પસંદગી સભ્ય તરીકે કરવામાં આવી છે.

લોકસભા ચૂંટણી 2024ને લઈને બીજેપીએ જે ઘોષણા પત્ર જાહેર કર્યું છે તેમાં વસુંધરા રાજે, સ્મૃતિ ઈરાની, શિવરાજસિંહ ચૌહાન, ધર્મેન્દ્ર પ્રધાન, અર્જુન મુંડા, કીરેન રિજજુ જેવા મંત્રીઓની પણ પસંદગી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *