શું તમે આ Summer Vacation માં બહાર જવાનો પ્લાન બનાવી રહ્યાં છો, તો જાણી લો આ ખાસ Tips

ધ મીડિયા આઉટ લૂક ટીમ:                                                                                     

30th March, 2024 09:30 PM

Summer Vacation માં શું તમે plan બનાવી રહ્યાં છો બહાર ફરવા જવાનો તો આજે અમે તમારા માટે લઈને આવ્યાં છે ખાસ tips કે જે ગરમીમાં ના માત્ર તમારું ધ્યાન રાખશે પણ તમને તમારી ટ્રાવેલ બેગ તૈયાર કરવામાં પણ એટલી જ મદદ કરશે.

Summer Vacation ને ખાસ બનાવતી કેટલીક travel tips

  • ઉનાળા વેકેશનમાં જતાં પહેલા હેલ્થનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે માટે તમે હેલ્થી ફાસ્ટ ફૂડને તમારી ચેક લિસ્ટમાં ઉમેરી શકો છો.
  • સમર વેકેશનમાં જતાં પહેલા તમારા સન સ્ક્રીનને જે તે પ્રદેશના હવામાન પ્રમાણે લઈ જવાનું ના ભુલશો.
  • સનગ્લાસથી તમે તમારી આંખોને રક્ષણ આપી શકો છો, જે અચૂક ટ્રાવેલ બેગમાં હોવા જોઈએ.
  • હોટ ઍન્ડ કોલ્ડ પાણીની બોટલ સાથે રાખો અને સમયસર પોતાને અને પોતાના પરિવારને હાઇડ્રેટ કરતાં રહો.
  • તમારી લગેજ બેગમાં તમે કોટન કપડાંને સ્થાન આપો.
  • જરૂરી મેડિકલ કીટ કે કોઈ ડોક્ટરની દવા લેતા હોય તો તે લેવાનું ના ચૂકશો.
  • તમારા બધા ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ અને અને તેની સાથે તેના ચાર્જરને એક અલગ પાઉચ કે તમારી ટ્રાવેલ બેગમાં મૂકી દો.
  • તમારા ટ્રાવેલ એજન્ટ સાથે વાત કરીને ટિકિટ કન્ફર્મેશન અને આઇટીનરી તૈયાર કરી લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *