Outlook Highlight:
1. ભારતીય નૌસેનાનું ચાંચિયાઓ સામે દિલધડક ઓપરેશન
2. પાકિસ્તાની માછીમારોએ હિન્દુસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા
૩. જહાજને સોમાલિયાના દરિયાઈ લુટારુઓએ કર્યું હતું હાઈજેક
ધ મીડિયા આઉટ લૂક ટીમ, નવી દિલ્લી:
31th March, 2024 01:45 PM
આજકાલ દરિયાઈ માર્ગો પર ચાંચિયાઓ દ્વારા માલસામાન લઈને જતાં આવતાં જહાજોને બંદી બનાવવામાં આવી રહ્યાં છે. તેવામાં ભારતીય નૌસેના પણ કંઈ કમ નથી. ભારતીય નૌસેના દ્વારા કરવામાં આવતાં દિલધડક ઓપરેશનને જોઈને દરિયાઈ ડાકુઓ પણ આજકાલ કંપી ઉઠયા છે. આમ જોવા જઈએ તો Indian Navy દરિયાઈ ચાંચિયાઓ પર જાણે કાળ સમાન બની ગઈ છે.
ઘટનાક્રમ જાણે એમ છે કે શુક્રવારે એક ઈરાની માછલી પકડનાર જહાજને સોમાલિયાના સમુદ્રી ચાંચિયાઓએ હાઈજેક કરીને 23 Pakistan ના માછીમારોને બંદક બનાવી દીધા હતાં. નૌસેનાને આ વાતની જાણ થતાં જ તેઓએ ખાસ ઓપરેશન આરંભી તમામ 23 પાકિસ્તાની માછીમારોને ચાંચિયાઓના ચુંગલમાંથી છોડાવ્યાં હતાં. મહત્વનું છે કે મળેલ માહિતી પ્રમાણે નૌસેના દ્વારા જાહેર કરવામાં આવેલ એક વિડિયોમાં જોવા મળ્યું કે પાકિસ્તાની માછીમારો પોતાનો જીવ બચતા જ હિન્દુસ્તાન જિંદબાદના નારા લગાવ્યાં હતાં અને ભારતીય નૌસેનાનો આભાર માન્યો હતો.
મહત્વનું છે કે અલ-કંબર 786 જહાજને હથિયાર સરંજામ સાથે આવેલા 9 દરિયાઈ ડાકુઓ દ્વારા 28 માર્ચના રોજ hijack કરવામાં આવ્યું હતું અને નૌસેનાને આ ઘટનાની જાણ થતાં જ અરબ સાગરમાં તૈનાત બે ભારતીય નૌસેનાના જહાજોએ હાઈજેક કરેલા આ જહાજને ડાઈવર્ટ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાક્રમને લઈને પોતાની પ્રતિક્રિયામાં ભારતીય નૌસેનાએ જણાવ્યું હતું કે નાવિકો ભલે કોઈપણ પ્રાંતના હોય તેમની સુરક્ષા માટે તેઓ પ્રતિબદ્ધ છે. ઉલ્લેખનીય છે કે આ અભિયાન 12 કલાક સુધી ચાલ્યું હતું.