INDIA મહા-ગઠબંધન: રામલીલા મેદાનમાં જોવા મળ્યું ઈન્ડિયા ગઠબંધનનું શક્તિપ્રદર્શન

Outlook Highlight:

1. જાણો ઈન્ડિયા ગઠબંધનની Updates

2.BJP અને RSS ઝેર જેવા: મલ્લિકાર્જુન ખડગે

૩. INDIA Alliance ની ‘લોકતંત્ર બચાઓ’ મહારેલી

ધ મીડિયા આઉટ લૂક ટીમ, નવી દિલ્લી:                                                                                     

1st April, 2024 07:30 PM

દિલ્લીમાં આવેલ રામલીલા મેદાનમાં ઈન્ડિયા ગઠબંધને લોકસભાની ચૂંટણી 2024 પહેલા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ‘લોકતંત્ર બચાઓ’નો હુંકાર ભરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી પહેલા યોજવામાં આવેલી આ મહારેલીને વિપક્ષનું શક્તિ પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે. આ રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પોતાના રેલી સંબોધનમાં જણાવ્યું હતું કે, બીજેપી અને આરએસએસ બંને ઝેર જેવા છે.

વાત કરીએ રેલીમાં હાજર પક્ષોની તો, રામલીલા મેદાન ખાતે યોજાયેલી મહારેલીમાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, ટીએમસી, એનસીપી, સપા સહિત અન્ય 28 પક્ષોના વરિષ્ઠ નેતાઓએ ભાગ લીધો. મહત્વનું છે કે આ મહારેલીમાં દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ પણ હાજર રહ્યાં હતાં. અને અરવિંદ કેજરીવાલનો જેલમાં જવાનો મુદ્દો મુખ્ય હતો. તો આ સાથે ઝારખંડના મુખ્યમંત્રીની ધરપકડ અને કોંગ્રેસના બેન્ક ખાતા સીલ કરવા જેવા મુદ્દાઓ પણ રજૂ કરવામાં આવ્યાં હતાં. એક તરફ લોકસભાની ચૂંટણી એપ્રીલ-2024થી યોજાવા જઈ રહી છે ત્યારે રામલીલા મેદાનમાં એકસાથે પક્ષોએ INDIA ગઠબંધન હેઠળ શક્તિપ્રદર્શન બતાવીને સત્તાધારી પક્ષને પોતાની તાકાત બતાવી દીધી હતી.

વાત કરીએ મહારેલીમાં હજાર પ્રતિનિધિઓની તો સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, ઉદ્ધવ ઠાકરે, ચંપઈ સોરેન, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, શરદ પાવર, આદિત્ય ઠાકરે, મમતા બેનર્જી સહિતના પ્રતિનિધિઓએ આ શક્તિપ્રદર્શનમાં ભાગ લઈને લોકસભા ચૂંટણીનો હુંકાર ભણ્યો હતો. તો બીજી તરફ આ રેલીમાં હજારો કાર્યકર્તાઓ હજાર રહ્યાં હતાં. હવે જોવાનું રહ્યું કે આવનારી લોકસભા ચૂંટણીમાં કોની મહાજીત થાય છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *