Taiwan Earthquake: તાઈવાન 25 વર્ષ બાદ ભૂકંપના ઝટકાથી ધણધણ્યું

Outlook Highlight:

1. તાઈવાનમાં ૨૫ વર્ષ બાદ આવ્યો જોરદાર ભૂકંપ

2. આશરે 1 લાખ કરતાં પણ વધારે ઘરોમાં વીજળી ગૂલ

3. એક અઠવાડિયા સુધી ભૂકંપની પરિસ્થિતિનો કરવો પડશે સામનો: હવામાન વિભાગ

ધ મીડિયા આઉટ લૂક ટીમ, વર્લ્ડ ડેસ્ક:

3rd April,2024 03:36 PM

બુધવારે સવારે તાઇવાન ભૂકંપથી ધણધણી ઉઠ્યું છે. મળેલ માહિતી પ્રમાણે ભૂકંપની તીવ્રતા 7.7 ની આંકવામાં આવી રહી છે. તાઈવાનમાં ભૂકંપે ભારે તારાજી સર્જી છે તે પ્રાપ્ત થઇ રહેલી સ્થાનિક તસ્વીરોમાં સ્પષ્ટરૂપે જોવા મળી રહ્યું છે. ભૂકંપ આવતા જ ડઝનબદ્ધ ઈમારતોને નુકશાન થવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

મહત્વનું છે કે 7.7ની તીવ્રતાના આ ભૂકંપથી ઘણા શહેરોમાં વીજળીની સમસ્યા સર્જાવા પામી છે. એટલું જ નહિ ભૂકંપના ઝટકા હજુ એક  અઠવાડિયા સુધી લોકોને અનુભવાશે જેને લઈને સ્થાનિક હવામાન વિભાગે ચેતવણી આપી છે. તાઈવાનમાં આવેલા આ ભારે ભૂકંપના ઝટકાના કારણે દક્ષિણ જાપાન અને ફિલિપિન્સના ટાપુઓને સુનામીની ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે. તો આ સાથે વાત કરીએ ભૂકંપથી સર્જાયેલ તારાજીની તો પ્રાપ્ત અહેવાલ પ્રમાણે 1 વ્યક્તિનું મોત અને 50થી પણ અધિક લોકો ઘાયલ થવા પામ્યાં છે.

આ સાથે ભૂકંપથી સર્જાયેલ તારાજીના જે દ્રશ્યો સામે આવી રહ્યાં છે તે પ્રમાણે તાઇવાનના પૂર્વીય તટથી દૂર ભૂસ્ખલનના દ્રશ્યો સામે આવી રહ્યાં છે. તો બીજી તરફ જમીન ઘ્વસ્ત થયેલી ઇમારતોની દિલને કંપાવનારી તસવીરો સામે આવી રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ભૂકંપનો ઝટકો એવો ભયાનક હતો કે ઘણા સમય સુધી ઝાડના પાનની જેમ ઇમારતો હાલતી રહી હતી.

જુઓ ભૂકંપથી સર્જાયેલ વિનાશના કંપાવનારા દ્રશ્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *