શું તમને રાત્રે વહેલા ઊંઘ નથી આવતી? વહેલા ઊઠવામાં થાય છે આળસ? તો આ Article તમને થઈ શકે છે helpful

Outlook Highlight:

1. શું તમને પણ રાત્રે વહેલી ઊંઘ ના આવવાનો પ્રશ્ન પરેશાન કરી રહ્યો છે?

2. સવારે પ્રયત્ન છતાં પણ શું તમે વહેલા ઊઠવામાં અસમર્થ છો?

૩. કયા સમયે ઊઠવું હિતાવહ છે?

મીડિયા આઉટ લૂક ટીમ, ડેસ્ક:

2nd May, 2024 12:02 PM

આજકાલની વ્યસ્ત Life માં લોકો ઘણાં અંગત પ્રશ્નોથી હેરાન પરેશાન થઈ રહ્યાં છે. અને એમાં પણ ટેકનોલોજી અને સ્માર્ટ ફોનના આગમન બાદ તો લોકો એટલા વ્યસ્ત થઈ ગયા છે કે કલાકોનો સમાય પોતાના મોબાઈલ ફોનમાં ક્યાં પસાર કરી દેતા હોય છે જેની ખબર તેમને પણ રહેતી નથી. લાઈફસ્ટાઈલ બદલાવાના લીધે થઈને લોકોની Sleeping પેટર્ન પણ સંપૂર્ણ બદલાઈ ગઈ છે, જેની પાછળ ઘણા પરિબળો કામ કરતાં હોય છે. ઘણાં લોકો રાત્રે મોડે સુધી જાગે છે તો સવારે ઊંઘ ના ઉડવાના કિસ્સા સામે આવતાં હોય છે તો બીજી બાજુ ઘણાં લોકો રાત્રે વહેલા સુવાનો પ્રયત્ન તો કરે છે પણ સવારે લેટ ઊઠવાના કારણે રાત્રે સમયસર ઊંઘ ન આવવા જેવી સમસ્યાઓથી પરેશાન હોય છે. ત્યારે અમે આજે તમને જણાવીશું કે દરરોજ સવારે કેટલા વાગે ઊઠવાથી રાત્રે શાંતિપૂર્ણ ઊંઘ આવી શકે છે.

કેટલા કલાકની ઊંઘ લેવાથી ફાયદો થાય છે?

સુખાકારી આરોગ્ય માટે પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. કેટલાંક સંશોધન તપાસીએ તો માલૂમ પડે કે વિશેષજ્ઞોનું માનવું છે કે કોઈ પણ વ્યક્તિએ પોતાના સ્વસ્થ જીવન માટે 7 થી 8 કલાકની પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. જેનાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણાં ફાયદા થાય છે.

કેટલાં વાગે સવારે ઊઠવું હિતાવહ છે?

સ્વાસ્થ્ય સંબંધિત વિશેષજ્ઞોનું માનીએ તો કોઈપણ વ્યક્તિ માટે સવારે 5:30 થી 6:00 વાગ્યાની વચ્ચે ઉઠી જવું સ્વાસ્થ્યવર્ધી માનવામાં આવે છે. આ સાથે શરૂઆતમાં તમે 6:00 થી 6:30 વાગ્યાની વચ્ચે પણ ઉઠી શકો છો. અને પોતાના આરોગ્ય પ્રત્યે સજાગ થઈ શકો છો.

જાણો સુવા અને જાગવાનો શો છે Perfect સમય?       

વિશેષજ્ઞોનું માનવું છે કે વ્યક્તિએ પોતાના સારા આરોગ્ય માટે થઈને રાત્રે 10:00 થી 11:00 વાગ્યાની વચ્ચે સૂઈ જવું જોઈએ તો સવારે 5:30 થી 6:00 વાગ્યાની વચ્ચે ઉઠી જવું તે સ્વસ્થ આરોગ્ય અને અને સ્વસ્થ જીવનશૈલીની નિશાની છે.

જાણો સવારે વહેલા ઊઠવાથી શું ફાયદા થાય છે?   

સવારે વહેલા અને સમયસર ઉઠી જવું એ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. સવારે વહેલા ઊઠવાથી વિટામિન-ડી પૂરતા પ્રમાણમાં મળતો હોવાથી હેપી હોર્મોન્સમાં પણ વધારો થાય છે. આ સાથે સવારે વહેલા ઊઠવાથી શરીરમાં ઊર્જાનું સંચારણ થાય છે, અને આખો દિવસ કામ કરવા માટેની Productivity માં પણ વધારો થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *