ભારે વરસાદના પગલે Dubai ફરી બેહાલ: International ફ્લાઇટ્સ થઈ રદ

Outlook Highlight:

1. કુદરતે દુબઈને ફરી ગમરોળ્યું

2. સ્થાનિક પ્રશાસનની લોકોને સતર્ક રહેવા માટે કરી અપીલ

૩. એમીરાતની ઘણી ઇન્ટરનેશનલ flights થઈ cancel

મીડિયા આઉટ લૂક ટીમ, વર્લ્ડ ડેસ્ક:

2nd May, 2024 05:03 PM

ગયા મહિને એટલે કે એપ્રિલ મહિનામાં પડેલા અતિભારે વરસાદે આખા દુબઈને પોતાના સકંજામાં કસી લીધું હતું ત્યારે દુબઈમાં ફરીથી વરસાદ શરૂ થવાના અહેવાલ મળી રહ્યાં છે. ભારે વરસાદ અને તોફાનના કારણે યુનાઇટેડ આરબ એમીરાતમાં કેટલીક આંતરરાષ્ટ્રીય ઉડાનોને રદ કરવામાં આવી છે. વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત ના થાય એ માટે સ્થાનિક પ્રશાસન સાબદું થયું નજરે પડ્યું છે.

મહત્વનું છે કે દુબઈની સ્થાનિક ડિઝાસ્ટર ઓથોરીટીએ બુધવારે દુબઈમાં પડી રહેલા ભારે વરસાદને પગલે પોતાની સતર્કતા દાખવી કુદરતી આફત સામે લડવા માટે કમર કસી હતી. તાજેતરમાં જ દુબઈમાં એપ્રિલ માસમાં પડેલા અતિભારે વરસાદની તુલનાએ આ વરસાદની તીવ્રતા ઓછી ગંભીર હોવાની ઉમ્મીદ પ્રશાસન અને સ્થાનિકો અનુભવી રહ્યાં છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા અને કોઈ દુર્ઘટના ના સર્જાય એ માટે સ્થાનિક પ્રશાસને લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે. વધુમાં સાવધાની અર્થે એમીરાતની ઘણી ઇન્ટરનેશનલ ફલાઇટસ પણ સરકાર દ્વારા રદ કરવામાં આવી છે .

અહીં તમને જણાવી દઈએ કે અરબના પ્રાયદ્વીપના કેટલાંક ક્ષેત્રોમાં 14 અને 15 એપ્રિલના રોજ મુશળધાર વરસાદથી ભારે તારાજી સર્જાવા પામી હતી. મળેલ માહિતી પ્રમાણે દુબઈમાં વર્ષ 1949 બાદ પહેલી વાર મુશળધાર વરસાદ નોંધાવા પામ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *