કેજરીવાલને મળી શકે છે વચગાળાના જામીન: Supreme Court નો સંકેત

Outlook Highlight:

1. Election ના કારણે કેજરીવાલને જામીન આપવા અંગે SC કરી શકે છે ફેર વિચારણા

2. કેજરીવાલને SC એ રાહતના આપ્યા સંકેત

૩. જાણો ક્યારે છે SC ની સુનવણી

મીડિયા આઉટ લૂક ટીમ, નવી દિલ્લી:

3rd May, 2024 05:27 PM

અરવિંદ કેજરીવાલને Supreme Court તરફથી રાહતના સંકેત આપવામાં આવ્યાં છે. સંપૂર્ણ વાત જાણે એમ છે કે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, લોકસભાની ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને Arvind Kejriwal ની વચગાળાના જામીન માટેની અરજી પર ફેર વિચારણા થઈ શકે છે. મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટ આ બાબત પર સુનવણી 7 મેના રોજ કરશે. શુક્રવારના રોજ કોર્ટ એ યાચિક પર સુનવણી કરી રહી હતી કે જેમાં અરવિંદ કેજરીવાલની ધરપકડને અને વચગાળાના જમીનને લઈને  બંને પક્ષો તરફ દલીલો શરૂ હતી.

શુક્રવારના રોજ દાખલ યાચિકમાં કેજરીવાલના વકીલ અને ઇડી તરફથી ધારદાર દલીલો શરૂ હતી, ત્યારે કોર્ટે ચૂંટણીને લઈને અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપી રાહત આપવી કે કેમ તે અંગે 7 મે ના રોજ સુનવણી કરવા અને ફેર વિચારણા કરવા અંગે પોતાની સહમતી દર્શાવી હતી. હવે જોવાનું રહ્યું કે લોકસભાની ચૂંટણી ટાણે કેજરીવાલને જામીન મળે છે કે કેમ?

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *