મીડિયા આઉટ લૂક ટીમ, ફૂડ ડેસ્ક:
3rd May, 2024 06:39 PM
ઉનાળાના આગમનથી લઈને આ ઋતુ પૂરી થવાની રાહ મોટા ભાગના લોકો જોતાં હોય છે અને તેમાં પણ વાત આવે આહારની તો સવારે અને સાંજે શું નાસ્તામાં કે જમવામાં બનાવવું આ પ્રશ્ન લગભગ બધાના ઘરે થતો હશે. ખરું ને? આકરો ઉનાળો અને તેમાં પણ કોઈ healthy નાસ્તાની વાત કરી લે તો આપણને એક વાર તો વિચાર આવે, કે આ શું વાત કરી લીધી? લોકો સવારે કે સાંજે આહારમાં fruit juice પિતા હોય છે કે પછી હળવું કઈંક ખાઈ લેતા હોય છે અને તેમાં પણ જો કિચનમાં જઈને શું બનાવું તે ના સુજે તો પછી બહારનું ઓપ્શન તો ખરું જ. બરોબર ને! તમારા Kitchen માં આ ઉનાળામાં હેલ્થી નાસ્તા કે પછી જ્યૂસ બને તે માટે અમે લઈને આવ્યાં છે કેટલીક રિસીપી જે તમે મામૂલી ingredient સાથે પણ સરળતાથી ઘરે બનાવી શકશો.
1. સત્તુના પરોઠા
સત્તુના પરોઠા બનાવવા માટેની સામગ્રી:
સત્તુ (ચણાનો લોટ)– 2 કપ, ઝીણી સમારેલી 3 લસણની કળીઓ, 1 ડુંગળી– ઝીણી સમારેલી, ઝીણી સમારેલી કોથમીર– 2 TBSP, ઘઉંનો લોટ– 150 ગ્રામ, મીઠું- સ્વાદ અનુસાર, લીલા સમારેલાં મરચાં- 2 નંગ, આમચૂર પાઉડર- 1/2 TBSP, અજમો- એક ચપટી, ઘી- 2 TBSP
સત્તુના પરાઠા બનાવવા માટેની રીત:
સૌથી પહેલા એક બાઉલ લઈ તેમાં સત્તુનો લોટ ઉમેરી તેમાં ઉપર મુજબની સામગ્રી ઉમેરી થોડું પાણી ઉમેરતા જઈને એક મિશ્રણ તૈયાર કરી લો. બીજી બાજુ એક બીજા બાઉલમાં ઘઉંનો લોટ લઈને તેમાં ઘી, સ્વાદ અનુસાર મીઠું, અજમો અને પાણી ઉમેરીને એક નરમ કણક તૈયાર કરી લો અને તેને 10 મિનિટ માટે રેસ્ટ આપો. 10 મિનિટ બાદ ઘઉંના લોટમાંથી લુવા બનાવી લો અને એક લુવાને લઈને તેને વણી તેમાં તૈયાર કરેલ સત્તુનું મિશ્રણ ઉમેરીને ફરીથી તેને હળવા હાથે વણી લઈને એક તવા પર ઘી ઉમેરી લાઇટ બ્રાઉન કલર આવે ત્યાં સુધી ધીમી આંચ પર શેકી લો. આ પરાઠા તમે કોઈ પણ આચાર, કોથમીરની ચટણી કે પછી દહી સાથે સર્વ કરી શકો છો.
2. ખીરા કાકડી અને તરબૂચની સ્મૂધી
ખીરા કાકડી અને તરબૂચની સ્મૂધી બનાવવા માટેની સામગ્રી:
છાલ વગરની ખીરા કાકડી- 1 કપ, તરબૂચ- 1 કપ, વેનીલા યોગર્ટ- 1/2 ચમચી, મધ- 1/2 ચમચી, ખાંડ- સ્વાદ અનુસાર / 2 ચમચી, બરફના ટુકડા, ફૂદીનાનાં પાન ગાર્નિશીંગ માટે.
ખીરા કાકડી અને તરબૂચની સ્મૂધી બનાવવા માટેની રીત:
સૌથી પહેલા એક મિક્સર જાર લઈને ખીરા કાકડી અને તરબૂચના ટુકડા ઉમેરી લો. ત્યારબાદ તેને એક વાર પીસી લઈને તેમાં ઉપર મુજબની તમામ સામગ્રી ઉમેરીને ફરીથી 1 મિનિટ માટે પીસી લો. હવે એક કાચનો ગ્લાસ લઈને તેમાં આ સ્મૂધી ઉમેરી તેમાં બરફનાં ટુકડા નાખી લો. હવે ગ્લાસની ઉપર ફૂદીનાં પાન અને તરબૂચના ટુકડાથી ગાર્નિશ કરીને સર્વ કરો.