આગામી દિવસોમાં Heat માંથી મળી શકે છે રાહત: જાણો ક્યાં આવશે વાતાવરણમાં પલટો

Outlook Highlight:

1. 4થી 11 મે વચ્ચે સર્જાશે Western Disturbance ની અસર

2. ઉત્તર અને મધ્ય ભારતમાં વરસાદની વકી

૩. પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની શક્યતા

મીડિયા આઉટ લૂક ટીમ, નવી દિલ્લી:

4th May, 2024 08:27 AM

ચારે બાજુ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. આકશમાંથી જાણે સતત લૂ વરસી રહી છે. દિવસે ને દિવસે ગરમીનો પારો નીચે આવવાની જગ્યાએ પારો ઉપર ને ઉપર ચઢી રહ્યો છે તેવામાં લોકો માટે હવામાન વિભાગ તરફથી રાહતના સમાચાર આવ્યાં છે. જી હાં! આજથી એટલે કે 4થી 11 મેની વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાના પગલે વાતાવરણમાં પલટો આવવાની સંભાવના સેવવામાં આવી રહી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે. તો આ સાથે મધ્ય અને ઉત્તર ભારતના કેટલાંક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાશે. મહત્વનું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી શકે છે.

જાણો ક્યાં કેટલી ગરમી

Gujarat, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને છત્તીસગઢના કેટલાંક વિસ્તારોમાં ગરમીનો પારો 40થી 43 ડિગ્રી રહેવા પામ્યો હતો. તો આ સાથે આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશા અને મહારાષ્ટ્ર જેવા કેટલાંક ભાગોમાં તાપમાન 43થી 46 ડિગ્રી નોંધાયું છે. મહત્વનું છે કે શુક્રવારે આંધ્રપ્રદેશના નંઘાલ પ્રાંતમાં ગરમીનો પારો 46.3 ડિગ્રી નોંધાતા લોકોને માટે જાણે આકરા પાણીની સજા થઈ હતી. ઉલ્લેખનીય રીતે શુક્રવારે આ પ્રાંતનો ગરમીનો પારો આખા દેશમાં સૌથી મહત્તમ રહેવા પામ્યો હતો. આ આકરી ગરમીથી સૌ કોઈ ત્રસ્ત છે ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે ગરમીમાંથી મળનારી આંશિક રાહતના સમચારે લોકોને રાહતનો શ્વાસ લેવડાવ્યો છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *