Outlook Highlight:
1. ઉત્તરાખંડના જંગલો આગની ઝપેટમાં
2. ટકાડીના જંગલથી બેકાબૂ આગ મહાકાલના જંગલ સુધી પહોંચી
૩. ચારે બાજુ જોવા મળી રહ્યાં છે આગના ગોટે ગોટા
મીડિયા આઉટ લૂક ટીમ, ઉત્તરાખંડ:
6th May, 2024 06:33 PM
Forest Fire : ઉત્તરાખંડના જંગલોમાં જાણે આગથી તબાહી મચી જવા પામી છે. છેલ્લાં કેટલા દિવસોથી લાગેલી આગ જાણે કાબૂમાં આવવાનું નામ જ નથી લઈ રહી તેવામાં પ્રશાસન દ્વારા સતત પ્રયત્ન કરવા છતાં પણ તે કુદરત સામે લાચાર બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. ઉત્તરાખંડના Jangal માં ઠેર ઠેર આગ લાગવાના બનાવ બની રહ્યા છે. વાત કરીએ આ ઉનાળાની ઋતુની તો આ વખતે અત્યાર સુધીમાં જંગલમાં 111 જગ્યાઓએ આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે કે જેમાં 167.20 હેક્ટર જંગલ નાશ પામી ચૂક્યા છે. તો આ સાથે પીથોરગઢ ક્ષેત્રમાં લાગેલી ભારે આગ જાણે બેકાબૂ થઈ રહી છે.
એક તરફ ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગ કાબૂમાં આવવાનું નામ નથી લઈ રહી ત્યારે પીથોરગઢમાં લાગેલી આગ જાણે ભારે તબાહી મચાવી રહી છે. વાત કરીએ નુક્શાનની તો અત્યાર સુધીમાં આગના લીધે ચાર લાખથી પણ વધારેનું નુકશાન થઈ ચૂક્યું છે. વન્ય જીવો પોતાનો જીવ બચાવવા આ દાવાનળથી ભાગી રહ્યાં છે. આગના બનાવ એટલા વધી રહ્યાં છે કે જેને જોતાં ના માત્ર વન વિભાગ પણ સ્થાનિક પ્રશાસન પણ જાણે સાબદું થઈ ગયું છે. સૂત્રો તરફથી મળેલ માહિતી પ્રમાણે પ્રશાસન દ્વારા સ્થાનિક લોકોને આગ લાગવાનો બનાવ સામે આવે કે તરત જ આગને કાબુમાં લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ સ્થાનિક સરકારે લોકોને કોઈ પણ પ્રકારનો કચરો કે અન્ય વસ્તુ સળગાવવા પર એક અઠવાડિયા માટે પ્રતિબંધ મૂક્યો છે.
મળેલ અહેવાલ પ્રમાણે રવિવારની રાત્રે આગે ટકાડીના જંગલમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે જે Mahakal ના જંગલ સુધી વિસ્તરવા પામ્યું છે. આ બનાવની જાણ થતાં જ સ્થાનિક પ્રશાસને આગને મહામહેનતે કાબુમાં લીધી હતી. હજુ પણ ઉત્તરાખંડના જંગલોમાંથી જાણે આગના ધૂમાડા જોવા મળી રહ્યાં છે.