Outlook Highlight:
1. અમદાવાદમાં પ્રધાનમંત્રી મોદીએ મતદાન કેન્દ્ર પર જઈને કર્યું મતદાન
2. ભગવા કોટિ અને સફેદ કુર્તામાં નજર આવ્યાં PM Modi
૩. પ્રધાનમંત્રીએ મતદાન કરી ઉજવ્યો લોકશાહીનો મહાપર્વ
મીડિયા આઉટ લૂક ટીમ, અમદાવાદ:
7th May, 2024 11:35 AM
Gujarat Election Live: એક તરફ Loksabha Election 2024નું ત્રીજા ચરણનું ગુજરાતની 25 સીટો પર મતદાન ચાલી રહ્યું છે ત્યારે Prime Minister નરેન્દ્ર મોદી Amdavaમાં મતદાન કેન્દ્ર પર જઈને પોતાનો કિમતી Vote આપીને લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી હતી.
ગુજરાતની 25 સીટો પર ચાલી રહેલા મતદાનમાં આજે સવારે અમદાવાદ ખાતે પ્રધાનમંત્રી મોદીનો કાફલો મતદાન કેન્દ્ર પર આવી પહોંચ્યો હતો. મોદીજી આવતાની સાથે જય શ્રીરામના નારા લાગવા લાગ્યા હતા. મહત્વનું છે કે અમદાવાદમાં રાણીપ વિસ્તારમાં આવેલી Nishan School માં જઈને પીએમ નરેન્દ્ર મોદીએ પોતાનો વોટ આપ્યો હતો. એટલું જ નહીં મોદી સફેદ કુર્તા અને ભગવા કોટીમાં મતદાન મથકે પહોંચ્યા હતાં. આ સાથે પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, “હું લોકોને મતદાન કરવા માટેની અપીલ કરું છું.” અને ત્યાર બાદ પીએમ મોદી મધ્યપ્રદેશ અને તેલંગાણામાં ચૂંટણીના પ્રચાર માટે રવાના થયા હતાં.