Outlook Highlight:
1. Delhi ના સીએમ Arvind Kejriwal ના વચગાળાના જામીન અરજી પર આવી શકે છે નિર્ણય
2. વચગાળાના જામીનનો વિરોધ કરીશું: ED ના વકીલ
૩. દિલ્લી દારૂ ગોટાળાનું ધન 100 થી 1100 કરોડ કઈ રીતે થયું?: SC
મીડિયા આઉટ લૂક ટીમ, નવી દિલ્લી :
7th May, 2024 00:00 AM
SC Live Update: એક તરફ લોકસભાની ચૂંટણી ચાલી રહી તો બીજી તરફ જેલમાં બંધ Arvind Kejriwal ને ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રચાર કરવાના હેતુથી વચગાળાના જામીન આપવા કે નહીં તે અંગે આજે Supreme Court પોતાનો નિર્ણય સંભળાવી શકે છે.
દિલ્લીના CM અરવિંદ કેજરીવાલના જામીનને લઈને હાલ સુપ્રીમ કોર્ટમાં દલીલો ચાલી રહી છે. Justice સંજીવ ખન્ના અને Justice દિપાંકાર દત્તાની બેચે ED ના વકીલને સવાલ કરતાં કહ્યું કે, “દિલ્લી દારૂ ગોટાળામાં 100 કરોડનું ધન પ્રાપ્ત થયું હતું, તો 2 થી 3 વર્ષમાં આ 1100 કરોડ કઈ રીતે થઈ ગયા?” એટલું જ નહીં SC માં ચાલી રહેલી દલીલોમાં ઈડીને બીજા ઘણાં પ્રશ્નો બેચ દ્વારા પૂછવામાં આવ્યાં હતાં અને ઈડીને ફિટકાર લગાવી હતી.
આજે અરવિંદ કેજરીવાલના કેસ પર બંને વકીલો પોતાના પક્ષ બેચ સામે સુપ્રીમ કોર્ટમાં મૂકી રહ્યાં છે ત્યારે જોવાનું એ રહ્યું કે સુપ્રીમ કોર્ટ આજે અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપે છે કે નહીં?