Outlook Highlight:
1. Gautam Adani, પરિમલ નથવાણી સહિત રાજકોટના રાજવીનું મતદાન
2. ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન
૩. Politicians, સેલિબ્રિટીથી લઈને આમ જનતા ઉજવી રહી છે લોકશાહીનો મહાપર્વ
મીડિયા આઉટ લૂક ટીમ, ગુજરાત:
7th May, 2024 04:56 PM
Gujarat Election Live Update: Loksabha Election 2024ના ત્રીજા તબક્કામાં ગુજરાતની 25 બેઠકો પર હાલ મતદાન ચાલી રહ્યું છે તેવામાં બપોરે 3 વાગ્યા સુધી ગુજરાતમાં મતદાન 47.03 ટકા નોંધાવા પામ્યું છે. એક તરફ ગરમી અને બીજી તરફ લોકસભાની ચૂંટણી આજે યોજાઇ રહી છે ત્યારે સવારથી મતદારોનો સારો અને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. એટલું જ નહીં Politicians થી લઈને Celebrities પણ મતદાન કરવામાં પાછળ નથી. આવો જાણીએ કોણ કોણ લોકશાહીના આ અમૂલ્ય અવસરની ઉજવણી કરી રહ્યું છે.
રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ જામનગર ખાતે મતદાન કર્યું હતું. તો આ સાથે અમદાવાદમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી મતદાન મથકે આવી પહોંચ્યા હતાં અને મતદાન કર્યું હતું. વધુમાં ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પિતા, બહેન અને પત્ની રિવાબાએ જામનગરથી મતદાન કર્યું હતું. વાત કરીએ ગૃહમંત્રીની તો Home Minister Amit Shah એ તેમના પરિવારજનો સાથે આવીને અમદાવાદ ખાતે મતદાન કર્યું હતું. ગુજરાતનાં CM Bhupendra Patel એ પણ મતદાન મથકે જઈને પોતાનો Vote આપ્યો હતો. તો રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા અને રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ અમરેલીમાં મતદાન કર્યું હતું. રાજકોટના રાજવી માંધાતાસિંહ ઢોલનગારા સાથે વિંટેજ કારમાં મતદાન કરવા મતદાન મથકે આવી પહોંચ્યાં હતાં અને લોકોને લોકશાહીના આ પર્વમાં વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી હતી.
વડોદરામાં BAPS ના સંતો દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું હતું.
વડોદરામાં પણ લોકશાહીનો આ મહાપર્વ રંગેચંગે ઉજવવામાં આવી રહ્યો છે. ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીએ ઢોલ નગારાના તાલની વચ્ચે મતદાન કર્યું હતું.