Lifestyle: શું તમે જાણો છો દિવસે ઊંઘવાના ફાયદા અને ગેરફાયદ વિશે

મીડિયા આઉટ લૂક ટીમ:

7th May, 2024 07:08 PM               

દિવસે ઊંઘવું જોઈએ કે નહીં? ઘણાં બધા લોકોની આદત દિવસે એટલે કે બપોરે થોડો સમય સુવાની હોય છે પણ તે લોકોને અંદાજો નથી હોતો કે દિવસે ઊંઘવાથી શું ગેરફાયદ થાય છે. આજે અમે તમારા માટે વિશેષ અહેવાલ લઈને આવ્યાં છીએ જેમાં તમને ખ્યાલ આવશે દિવસે ઊંઘવું  એ શ્રાપ છે કે અભિશ્રાપ.

શું તમને દિવસે ઊંઘવાની આદત છે?

ભૂતકાળમાં થયેલા સંશોધનનું માનીએ તો આરોગ્ય સ્વસ્થ્ય વ્યક્તિએ બપોરે પોતાની સુવાની આદત બદલવી જોઈએ. દિવસે ઊંઘવું એ નીરોગી વ્યક્તિ માટે ખૂબ નુકસાનકારક હોય છે. એટલું જ નહીં દિવસે ઊંઘવાથી વારંવાર કફ થવો જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.

દિવસે ઊંઘવાથી થતાં ગેરફાયદ

જો તમને દિવસે સુવાની આદત છે તો તેનાથી તમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જી હાં! દિવસે ઊંઘવાથી પેટને લગતી સમસ્યા, ગેસ, કબજિયાત, અપચો, પેટનું ફૂલવું, પેટમાં સોજો આવવો જેવી ગંભીર બીમારીઓનો તમારે સામનો કરવો પડી શકે છે.

દિવસે કયા લોકોને ઊંઘવું જોઈએ

એવું નથી કે દિવસે ઊંઘવું એ બધા લોકો માટે હાનિકારક છે, પણ અમુક લોકો માટે દિવસે અમુક સમય આરામ લેવો એ તો ફળદાયી હોય છે. અભ્યાસ કરતાં લોકો, વડીલો, Heavy Workout કરતાં લોકો, રોગી, નાના બાળકો, ગર્ભવતી મહિલા કે પછી જે લોકો ઓછું વજન ધરાવે છે તે લોકોએ દિવસે ઊંઘ લેવી એ જાણે આશીર્વાદ સમાન છે.

દિવસે ઊંઘવાથી કોને થાય છે નુકશાન?

જે લોકો સાથે પેટની સમસ્યાઓ સંકળાયેલી છે તે અને જે લોકો મોટાપાનો શિકાર છે તે લોકોએ દિવસે ઊંઘવાથી બચવું જોઈએ. જો તે દિવસે ઊંઘ લે છે તો વજનમાં વધારો થઈ શકે છે. આ ઉપરાંત જે લોકો બપોરે ઊંઘવાની ભૂલ કરે છે તે લોકોના હાર્ટનું પમ્પિંગ સ્લો થઈ જાય છે અને આ સમસ્યા તમને Blood Pressure નો શિકાર બનાવી શકે છે.

અનિંદ્રા જેવી સમસ્યાઓનો શિકાર થવું

જો તમને બપોરે ઊંઘવાની આદત છે તો તમારી Sleeping Cycle ખોરવાઇ શકે છે અને રાત્રે ઊંઘ ના આવવા જેવી બાબતો તમને પરેશાન કરી શકે છે જેનાથી તમે જાણતા અજાણતા અનિંદ્રાનો શિકાર બની શકો છો.

દિવસે કયા સમયે ઊંઘ લેવી જોઈએ

જો તમને બપોરે ઊંઘવાની આદત છે તો તમે જમ્યાના 1થી 2 કલાક પછી ઊંઘવાની આદત રાખવી જોઈએ જેનાથી આહાર પચવા માટે પૂરતો સમય મળી રહે.       

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *