Outlook Highlight:
1. Delhi ના CM Arvind Kejriwal ના વચગાળાના જામીન 22 દિવસ માટે થયા મંજૂર
2. અરવિંદ કેજરીવાલે કરવું પડશે કેટલીક શરતોનું પાલન
૩. લોકસભા ચૂંટણીના પ્રચારને ધ્યાનમાં રાખી SC એ આપ્યા જામીન
મીડિયા આઉટ લૂક ટીમ, નવી દિલ્લી :
11th May, 2024 01:20 PM
લોકસભાની ચૂંટણી દરમિયાન દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને Supreme Court એ 1 જૂન સુધીના વચગાળાના જામીન આપીને મોટી રાહત આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 21 માર્ચના રોજ ઈડી દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી જે બાદ તેઓ Delhi સ્થિત તિહાડ જેલમાં બંધ હતાં. કેજરીવાલને વચગાળાના જામીન તો મળી ગયા છે પણ આ સાથે તેઓએ સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્દેશિત કેટલીક શરતોનું અચૂક પણે પાલન કરવું પડશે.
કેજરીવાલને કરવું પડશે આ શરતોનું પાલન
- CM kejriwal પર દિલ્લી સચિવાલય જવા પર રોક લગાવવામાં આવી છે.
- કેજરીવાલ ચાલી રહેલ કેસના કોઈ પણ સાક્ષી ને મળી નહીં શકે.
- કેજરીવાલ CM ઓફિસ નહીં જઈ શકે.
- કેજરીવાલે કોઈ પણ પ્રકારની ફાઇલ પર હસ્તાક્ષર કરવા પર પ્રતિબંધ લગાવાયો છે.
- Chief Minister kejriwal પોતાના કેસને લઈને કોઈ પણ પ્રકારનું નિવેદન નહીં આપી શકે.
- આ ઉપરાંત કેજરીવાલે પોતાને મળેલા વચગાળાના જામીનને લઈને 50 હજારના બોન્ડ ભરવા પડશે.
CM કેજરીવાલને મળ્યાં છે 1 જૂન સુધીના જામીન
મહત્વનું છે કે કેજરીવાલને શુક્રવારે SC એ 1 જૂન સુધીના વચગાળા જામીન મંજૂર કર્યા હતાં. અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લોકસભાની ચૂંટણીના પ્રાચાર માટે અનુમતિ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે 21 માર્ચના રોજ ઈડી દ્વારા કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી જે બાદ તેઓ તિહાડ જેલમાં બંધ હતાં.