મીડિયા આઉટ લૂક ટીમ :
11th May, 2024 06:53 PM
અંજીરના નામથી સૌ કોઈ વાકેફ હશે, પણ શું તમને ખબર છે અંજીરમાં રહેલા Healthy તત્વો વિશે? આજે અમે તમારા માટે અહેવાલમાં લઈને આવ્યાં છીએ, અંજીર ખાવાથી થતાં ફાયદા, અને અંજીરનું કઈ રીતે સેવન કરવાથી મળે છે ફાયદો.
જાણો અંજીરમાં રહેલા પૌષ્ટિક તત્વો વિશે
અંજીરમાં ઘણાં બધા પોષક તત્વો રહેલા છે. જી હાં! અંજીર ફેનોલ, ઓમેગા 3, કેલ્શિયમ, પોટેશિયમ, લ્યુટીન, ટેનિન, ક્લોરોજેનિક એસિડ, તેમજ વિટામિન એ,ઈ થી ભરપૂર હોય છે. અંજીરમાં રહેલા આ તમામ પૌષ્ટિક તત્વો શરીર માટે ઘણાં લાભદાયી હોય છે.
જાણો અંજીરના સેવનથી કોને કોને ફાયદા થાય છે
ડાયબિટિક મરીજો માટે છે મદદગાર
જી હાં, અંજીરમાં રહેલું ગ્લાઈસેમિક ઇન્ડેક્સ નામનું તત્વ ઓછું હોય છે. જેના કારણે Diabetes ના દર્દીઓને અંજીરનું સેવન કરવાથી ફાયદો થાય છે.
વજન ઘટાડવા માટે છે helpful option
જો તમે પણ તમારા વજનથી પરેશાન છો તો અંજીર તમને થઈ શકે છે મદદરૂપ. અંજીરમાં કેલેરી ઓછી અને ફાઈબરનું પ્રમાણ વધારે હોવાથી તમારા વજનને ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.
BP ને નિયંત્રણમાં લાવવા માટે છે મદદરૂપ
અંજીરનું નિયમિત પણે સેવન કરવાથી બ્લડ પ્રેસર નિયંત્રણમાં રહે છે અને એટલું જ નહીં અંજીરથી હ્રદય પણ એકદમ સ્વસ્થ રહે છે.
કેંસરના ખતરાને અટકાવે છે
અંજીરમાં રહેલ એન્ટિ કેંસર ગુણ Breast અને પેટને લગતા કેંસરના ખતરાને અટકાવવાનું કામ કરે છે.
જાણો અંજીરનું સેવન કઈ રીતે કરવાથી ફાયદો થાય છે
આમ તો અંજીર તમે પાણીમાં પલાળ્યા વગર પણ ખાઈ શકો છો. પણ જો અંજીર રાત્રે સૂતી વખતે પલાળીને સવારે નરણા કોઠે સેવન કરવાથી ફાયદા થાય છે અને એટલું જ નહીં દૂધમાં પલાળીને પણ અંજીરનું સેવન સવારે કરી શકાય છે.