Attack on Israel: હુમલો રાફા પર થતાં થતાં થઈ ગયો ઈજરાયલ પર

Outlook Highlight:

1. પેલેસ્ટાઇનના રક્ષણે ઈસ્લામિક સંગઠન

2. રાફા પર ઈજરાયલ કરવાનો હતો હુમલો

૩. દુનિયા યુદ્ધને લઈને બે ભાગમાં વહેંચાઈ

મીડિયા આઉટ લૂક ટીમ, વર્લ્ડ:

12th May, 2024 01:21 PM

દુનિયા જાણે ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ધકેલાઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. હાલમાં જ ઈજરાયલ Gaza ના રાફા શહેર પર હુમલો કરવાનું હતું પણ IDF આ Operation પાર પાડે એ પહેલાં જ ઈરાકના એક શિયા ઈસ્લામિક સંગઠને ઈજરાયલ પર હવાઈ હુમલો કરીને દુનિયાને ચોંકાવી દીધી છે. વધુમાં આ ઈસ્લામિક સંગઠને હુમલાની જવાબદારી લેતા પેલેસ્ટિનીઓને બચાવવા માટે આ પગલું લીધું હોવાનું જણાવ્યું હતું.

ગાઝાના Rafah શહેર પર ઈજરાયલ દ્વારા થનારા હુમલાને લઈને દુનિયા જાણે બે ભાગોમાં વહેંચાઈ ગઈ છે. એક બાજુ અમેરિકા અને બ્રિટેન સહિત ઘણાં પશ્ચિમી દેશો ઈજરાયલની સાથે જોવા મળી રહ્યાં છે તો બીજી તરફ પેલેસ્ટિનીઓના બચાવમાં ઈસ્લામિક દેશો એક જૂથ થયા છે. રાફા પર થનારા હુમલાના થોડીક ક્ષણો પહેલાં જ ઈરાકના એક શિયા ઈસ્લામિક સંગઠને ઈજરાયલના સૈન્ય હવાઈ મથક પર હુમલો કરી દીધો હતો. પેલેસ્ટિનીઓના સમર્થનમાં આવેલ ઈરાકે આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી અને પેલેસ્ટિનીઓને બચાવવા માટેના પ્રણ લીધા હતાં.

એક તરફ ગાઝાના શહેર રાફાની સીમમાં ઈજરાયલે પોતાના સૈનિકો મોટી સંખ્યામાં ઉતારી દીધા છે ત્યારે મહત્વનું છે કે તેઓ ઈજરાયલના Prime Minister બેંજામિન નેતન્યાહૂના ઓર્ડરની રાહ જોઈ રહ્યાં છે. તેવામાં ઈસ્લામિક સંગઠને ઈજરાયલ પર હુમલો કરતાં દેશ દુનિયામાં નવા સમીકરણો બની રહ્યાં છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *