જાણો Daily નાભીમાં Ghee લગાવવાથી થતાં ફાયદા વિશે

મીડિયા આઉટ લૂક ટીમ:

12th May, 2024 05:07 PM

આમ જોઈએ તો ઘીને એક પૌષ્ટિક આહાર માનવામાં આવે છે. ઘીથી થતાં ફાયદા તો આપણને સૌને ખબર જ હોય છે. પણ શું તમને ખબર છે કે નાભીમાં રોજ ઘી ભરવાથી શું ફાયદા થાય છે? આવો જાણીએ આજના વિશેષ અહેવાલમાં.

નાભીમાં ઘી લગાવવાથી થતાં ફાયદા

દરરોજ નાભીમાં ઘી લગાવવાથી શરીરમાં અનેક એવા ચમત્કારિક ફાયદા થાય છે. નાભીને શરીરનું Center Point માનવામાં આવે છે કે જ્યાંથી શરીરની નસો જોડાયેલી હોય છે. આથી જો નાભીમાં તમે નિયમિતરૂપે ઘી લગાવશો તો નાનીમોટી ઘણી તકલીફોમાંથી રાહત મેળવી શકો છે. અને ખાસ કરીને રાત્રે સૂતા સમયે ઘીના ટીપાં નાભીમાં ભરવાથી ચોક્કસપણે ફાયદા જોવા મળે છે.

Healthy Skin ઈચ્છો છો, તો આજથી જ શરૂ કરો ઘીનો આ ઉપાય

Belly Button માં રોજે ઘી લગાવવાથી સ્કીનને ફાયદો થાય છે. Healthy Skin Care Routine માટે સૌ પ્રથમ ઘીને નવશેકું ગરમ કરીને થોડા ટીપાં નાભીમાં નાખવાથી ચોક્કસપણે ફાયદો થાય છે અને એટલું જ નહીં નાભીમાં ઘીના ટીપાં ઉમેર્યા બાદ હળવા હાથે માલિશ કરવામાં આવે તો થોડાક જ સમયમાં સ્કીનને લગતી સમસ્યામાંથી રાહત મળી શકે છે.

સાંધાના દુખાવામાંથી મળે છે રાહત

સાંધાના દુખાવામાંથી રાહત મેળવવા માટે તમે આજથી જ નાભીમાં ઘી ભરવાનું શરૂ કરી દો. નાભીમાં ઘી લગાવવાથી મળતા ફાયદા તપાસીએ તો માલૂમ પડે કે સાંધાનો દુખાવા અને સોજામાંથી રાહત મળે છે.

જો તમને પણ શરદી ઉધરસ થાય છે તો ઘી બની શકે છે રામબાણ ઈલાજ

જી હાં! જો તમે શરદી અને ઉધરસથી હેરાન છો તો ઘી તમારા માટે ફળદાયી સાબિત થઈ શકે છે. અને તેમાં પણ ખાસ કરીને રાત્રે સૂતી વખતે ઘી નાભીમાં લગાવવાથી જલ્દીથી શરદી ઉધરસમાંથી આરામ મળે છે.

કબજિયાતમાંથી મળે છે રાહત

કબજિયાતમાંથી રાહત મેળવવા માટે રોજે રાત્રે સૂતી વખતે ઘીને નાભીમાં ભરવાથી પાચન તંત્ર મજબૂત થાય છે અને ફાયદો થાય છે તેમજ કબજિયાતમાંથી તમને રાહત મળી શકે છે.

શું તમને પણ થાય છે Periods ના સમયે પેટમાં દુખાવો?

પિરિયડ્સ દરમિયાન ઘીના ટીપાં નાભીમાં નાખવાથી પેટના દુખાવામાંથી રાહત મળે છે, આ ઉપાય તમે તમારા પિરિયડ્સ દરમિયાન દરરોજ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *