POK માં ભારતમાં ભળવા માટે ઉઠી માંગ, આજે પણ આંદોલન જારી

Outlook Highlight:

1. POK ના લોકોએ ભારત દેશમાં ભળવાની ઉઠાવી માંગ

2. આંદોલનના પગલે School-કોલેજ, ઓફિસો બંધ

૩. Internet સેવા થઈ સ્થગિત, 144ની કલમ લાગુ

મીડિયા આઉટ લૂક ટીમ, વર્લ્ડ:

13th May, 2024 12:50 PM

Pakistan Occupied Kashmir માં આજે પણ સતત આંદોલન શરૂ છે. આંદોલનકારીઓને જોતાં આજે એટલે કે સોમવારે ફરીથી શાળા, કોલેજો અને ઓફિસોને તાળાં મારવા પડ્યાં હતાં. એટલું જ નહીં POK ના એક શહેર રાવલકોટમાં તો લોકો રસ્તા પર ઉતરી આવ્યાં અને તે પણ ભારતમાં ભળવા માટેના બેનર અને પોસ્ટર સાથે. ઇતિહાસ તપાસીએ તો માલૂમ પડે કે પાકિસ્તાને 1947ની સાલમાં ભારતના અભિન્ન અંગ એવા Jammu-Kashmir પર ગેરકાયદેસર રીતે કબ્જો કરી લીધો હતો.

અહીં એ જાણી લેવું જોઈએ કે POK ના લોકો આજે પણ મૂળભૂત જરૂરીયાતો માટે તડપી રહ્યાં છે. એટલું જ નહીં વીજળી, ઘંઉ જેવી જીવન જરૂરિયાત વસ્તુઓના ભાવ આસમાને છે. સતત વસ્તુઓની વધી રહેલી કિંમતોના વિરુદ્ધ આંદોલનકારીઓ પીઓકેમાં આંદોલન કરી રહ્યાં છે.  મહત્વનું છે કે, આ આંદોલને રવિવારે એકદમ હિંસક રૂપ ધારણા કરતાં ત્યાંના સ્થાનિક સબ ઇન્સ્પેકટરનું મોત નીપજ્યું હતું તો બીજી બાજુ 100 જેટલા સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતાં. મહેલ અહેવાલ પ્રમાણે અત્યાર સુધીમાં પાકિસ્તાની પોલીસ 60 થી વધુ લોકોની ધરપકડ કરી ચૂકી છે અને 144ની કલમ લગાવવામાં આવી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *