Outlook Highlight:
1. અમદાવાદ, રાજકોટ, વલસાડ સહિતના શહેરોના વાતાવરણમાં આવ્યો પલટો
2. ગરમીનો પારો ગગડતા અને નજીવા વરસાદથી લોકોને ગરમીમાંથી મળી રાહત
૩. ક્યાંક હળવો વરસાદ તો ક્યાંક કરા સાથે વરસાદ પડ્યો
મીડિયા આઉટ લૂક ટીમ, ગુજરાત:
13th May, 2024 08:30 PM
Rain Fall Update: ભર ઉનાળે ચોમાસી માહોલ જામતા જાણે લોકોને ગરમીમાંથી નજીવી રાહત મળી છે. હવામાન ખાતા તરફથી ગુજરાતમાં છૂટાં છવાયા ભાગોમાં ચાર દિવસીય વરસાદની આગાહી આપવામાં આવી છે. અને સોમવારે ગુજરાતનાં અમુક શહેરોમાં ધૂળની ડમરીઓ ઊડી તો ક્યાંક કરા સાથે વરસાદ પડ્યો હતો.
જાણો ક્યાં પડ્યો વરસાદ
વાત કરીએ વરસાદની તો અમદાવાદ, Bhavnagar, રાજકોટ, વલસાડ તેમજ Amreli માં અચાનક કાળા વાદળો છવાઈ ગયા હતાં અને એકાએક ધૂળની ડમરી ઊડતાં વાતાવરણમાં સીધો પલટો આવ્યો હતો. વાતાવરણમાં પલટો આવવની સાથે જ ગરમીનો પારો એકાએક ગબડી ગયો હતો અને તે અલગ અલગ શહેરોમાં 35થી 37 ડિગ્રી વચ્ચે રહેવા પામ્યો હતો.
વાત કરીએ અમરેલી શહેરની તો અમરેલી પંથક અને આજુબાજુના વિસ્તારોમાં ભારે પવન સાથે એકાએક વરસાદ તૂટી પડ્યો હતો. તો બીજી તરફ વલસાડમાં કરાની સાથે વરસાદ વરસી પડ્યો હતો. અમદાવાદમાં પણ બપોર પછી પવન ફૂંકાતા વરસાદી માહોલ જામ્યો હતો તો આ સાથે રાજકોટમાં સવારથી વાદળો અને સૂરજ જાણે સંતાકૂકડી રમી રહ્યાં હોય તેમ લાગી રહ્યું હતું તેવામાં બપોર પછી ધૂળની ડમરીઓ ઊડી હતી અને વાતાવરણમાં પલટો આવ્યો હતો એટલું જ નહીં વરસાદી વાદળો ગર્જતા રાજકોટના અલગ અલગ ભાગોમાં છૂટો છવાયો વરસાદ વરસી પડ્યો હતો.
એક તરફ બહાર ઉનાળે વરસાદી માહોલ છે તો બીજી તરફ ખેડૂતમિત્રોમાં નિરાશાના વાદળો ઘેરાયા છે. ખેતરોમાં ઊભા મોલને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે તો આ સાથે કેરીનાં ફાલને પણ નુકસાન થતાં ખેડૂતો જાણે અસમંજસમાં મુકાઇ ગયા હતાં.