Outlook Highlight:
1. રાજકોટના વાતાવરણમાં ભારે ગરમી બાદ સાંજે 5 વાગ્યા પછી આવ્યો પલટો
2. કાળા વાદળોની વચ્ચે જોવા મળી સૂર્યદેવની સંતાકૂકડી
૩. ભારે પવન સાથે વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી મળી આંશિક રાહત
મીડિયા આઉટ લૂક ટીમ, ગુજરાત:
15th May, 2024 06:04 PM
ગુજરાત રાજ્યના Rajkot શહેરમાં ભર ઉનાળે મૌસમનો જાણે મિજાજ જોવા મળ્યો હતો. એકએક વાતાવરણમાં આવેલા પલટાએ લોકોને આગ ઝરતી ગરમીમાંથી રાહત અપાવી હતી. બુધવારે સાંજે અચાનક કાળા વાદળો આકાશમાં ચઢી આવ્યાં હતાં અને વાદળો ગર્જના કરવા લાગ્યા હતાં. તો આ સાથે વીજળી થવાં લાગી હતી અને રાજકોટ શહેરના કેટલાંક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગ તરફથી 16 મે સુધીની વરસાદની મળેલ આગાહી પ્રમાણે રાજકોટ શહેર અને આસપાસના ગામડાઓમાં સાંજના સમયે અચાનક વરસાદી વાદળો ગેરાઈ આવ્યાં હતાં અને ભારે પવન ફૂંકાયો હતો. અચાનક આવી ચઢેલી મેઘ સવારીએ રાજકોટિયન્સને ભીંજવ્યા હતાં. શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ક્યાંક છાંટા તો ક્યાંક હળવોથી ભારે વરસાદ વરસી પડ્યો હતો. વાતાવરણમાં આવેલા એકાએક પરિવર્તનથી સ્થાનિકોને ચોક્કસપણે ગરમીમાંથી રાહત મળી હતી. તો બીજી તરફ ખેતરોમાં ઊભા ઉનાળુ મોલને નુકશાન થતાં ખેડૂતવર્ગમાં હતાશા જોવા મળી હતી.