Cyclone Alert: શું ગુજરાત રાજ્યને ટકરાવા જઈ રહ્યું છે Cyclone? જાણો ક્યારે પડી શકે છે ભારે વરસાદ?

Outlook Highlight:

1. બંગાળની ખાડીમાં સર્જાઇ શકે છે ભારે દબાણ

2. Gujarat સહિત અન્ય રાજ્યોના પણ હાલ બેહાલ કરી શકે છે આ Cyclone

૩. ગુજરાત સહિત Maharashtra માં 28 મે ના રોજ પડી શકે છે ભારે વરસાદ

મીડિયા આઉટ લૂક ટીમ, ગુજરાત:

20th May, 2024 06:03 PM

એક તરફ ગુજરાત સહિત ઘણાં રાજ્યો ગરમીની આગમાં શેકાઈ રહ્યાં છે તો બીજી બાજુ ગુજરાત પર ચક્રવાતનું સંકટ તોળાઈ રહ્યું છે. જી હાં! 22 મે ના રોજ દક્ષિણ તેમજ પશ્ચિમની બંગાળની ખાડીમાં દબાણ સર્જાઇ શકે છે. આ ચક્રવાતની ભારે અસર ગુજરાત અને મહારાષ્ટ્રમાં 23થી 27 મે દરમિયાન જોવા મળી શકે છે. તો આ સાથે મળેલ અહેવાલ પ્રમાણે ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાંક ભાગોમાં 28 મેના રોજ ભારેથી અતિભારે વરસાદ વરસવાની વકી સેવવામાં આવી રહી છે.

સૂત્રો તરફથી મળેલ માહિતી મુજબ અંબાલાલ પટેલ દ્વારા ચક્રવાતને લઈને આગાહી આપવામાં આવી છે જે મુજબ બંગાળની ખાડીમાં ભારે ચક્રવાત સર્જાઇ શકે છે કે જેની ઝડપ 120 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતાઓ છે. જો આ Cyclone Oman તરફ નહીં ફંટાય તો દેશના પશ્ચિમ અને દક્ષિણ ભાગોમાં ચક્રવાતની ભારે અસર જોવા મળી શકે છે. ચક્રવાતને લઈને સ્થાનિક પ્રશાસન પણ Action Mode માં જોવા મળી રહ્યું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *