All About Jaggery: ગોળ અસલી છે કે નકલી કઈ રીતે ઓળખશો

મીડિયા આઉટ લૂક ટીમ, ફૂડ ડેસ્ક:

20th May, 2024 07:37 PM

આજકાલ Market માં મળતી વસ્તુઓ પર વિશ્વાસ કરવો અઘરો થઈ ગયો છે અને તેમાં પણ ખાદ્ય સાથે સંકળાયેલી તમામ વસ્તુઓને તરાજુમાં તરાસવી પડે છે. બજારોમાં નકલી વસ્તુઓ ઘણી ઝડપથી વેચાઈ રહી છે અને તેવામાં તમને સાચી વસ્તુઓની ઓળખ હોવી અત્યંત જરૂરી છે ત્યારે  શું તમે પણ બજારમાં જઈને કયો ગોળ અસલી છે કે નકલી તેને લઈને confuse થઈ જાવ છો? તો આજે તમે આ લેખથી ગોળને ઓળખવામાં બની જશો Pro.

જાણો ગોળમાં કયા પૌષ્ટિક તત્વોનો સમાવેશ થાય છે

ગોળને એક પૌષ્ટિક આહાર તરીકે ઓળખવામાં આવે છે અને તેમાં ઘણાં પોષક તત્વોનો સમાવેશ થાય છે જેવા કે કાર્બોહાઈડ્રેટ, આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ તેમજ કેલરી. નિયમિતરૂપે ગોળનું સેવન કરવું એ શારીરિક ઘણી તકલીફોને હલ કરી શકે છે.

ગોળ અસલી છે કે નકલી તેને ઓળખવા માટે જુઓ ગોળનો રંગ

તમે ગોળ ખરીદતી વખતે હંમેશા check કરો કે ગોળમાં કોઈ પણ પ્રકારના ડાઘ કે કાળા ધબ્બા તો નથી ને? ગોળનો ખરો color તો Yellow કે પછી Light Brown હોય છે.

ગોળને ઓળખવા માટેની બીજી રીત, જુઓ કે ગોળ કઠણ છે કે નરમ

ગોળને શેરડીના રસથી બનાવવામાં આવે છે. ગોળને તૈયાર કરતી વખતે તેમાં કોઈ પણ પ્રકારના રસાયણોને ભેળવવામાં આવતાં ના હોવાથી ગોળ હંમેશા કઠણ બની જતો હોય છે. બજારમાં મળતો નરમ ગોળ નકલી પણ હોઈ શકે છે.

પાણી દ્વારા પણ ગોળ અસલી છે કે નકલી તે જાણી શકાય છે

જો તમને પણ ગોળ અસલી છે કે નકલી તે સમજવું અઘરું લાગે છે તો તમે એક Glass માં પાણી લઈને તેમાં થોડો ગોળ ઉમેરીને એક ચમચીની મદદથી ગોળી ળો. જો ગોળ પાણીમાં સરસ રીતે ઓઘળી જાય તો તે ગોળ અસલી છે. પણ જો ગ્લાસના તળિયે ગોળનાં ટુકડા રહી જાય છે તો તેનો મતલબ કે ગોળ નકલી હોઈ શકે છે જેનાથી તમારે ચેતવું જોઈએ.

ખરીદતાં પહેલાં હંમેશા ગોળનું વજન ચેક કરો

તમને જાણીને હેરાની થશે કે વધારે પડતો ભારે વજન વાળો ગોળ હોઈ શકે છે નકલી. ગોળનું વજન વધવા પાછળની હકીકત જોઈએ તો માલૂમ થાય કે કેલ્શિયમ કાર્બોનેટ જેવા તત્વોથી ગોળને Polish કરવાથી ગોળનું વજન વધી જાય છે અને તેવો ગોળ લેવો હર હંમેશ ટાળવું જોઈએ.

સ્વાદથી પણ ઓળખી શકાય છે ગોળની અસલિયતને

જો તમે પણ બજારમાં ગોળ લેવા માટે જાવ છો તો ગોળને ચાખીને લેવો જોઈએ કારણ કે, ગોળ જો મીઠો છે તો તેનો મતલબ તે અસલી છે કારણ કે નકલી ગોળ કડવાશ ભરેલો હોય છે.              

    

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *