Loksabha Election 2024: Mumbai માં Celebrities દ્વારા જોરદાર રીતે ઉજવાયો લોકશાહી પર્વ

Outlook Highlight:

1. મતદાનના પાંચમા ચરણમાં જોવા મળ્યું Election Magic

2. દરેક ક્ષેત્રના દિગ્ગજોએ ઉજવ્યો લોકશાહીનો જોરદાર પર્વ

૩. શહેનશાહ અમિતાભ બચ્ચનથી લઈને સચિન તેંડુલકરે પોતાનો કિંમતી Vote આપ્યો

મીડિયા આઉટ લૂક ટીમ, મુંબઈ:

21th May, 2024 11:25 AM

Maharashtra માં 20 મેના રોજ પાંચમા ચરણનું મતદાન 13 સીટોને લઈને યોજાયું હતું. આ સાથે મહારાષ્ટ્રની લોકસભાની ચૂંટણી પાંચમા ચરણ સાથે પૂરી થઈ હતી. મહારાષ્ટ્રમાં યોજાયેલ ચૂંટણીમાં મતદારોના પડેલા વોટની વાત કરીએ તો 2019ના મુકાબલામાં આ વખતની ચૂંટણીમાં 6 ટકા ઓછું મતદાન થવા પામ્યું હતું અને મતદાનની ટકાવારી આ સાથે 49 ટકા રહેવા પામી હતી. પાંચમા ચરણમાં થયેલા મતદાનમાં મુંબઇમાં ઉદ્યોગપતિથી લઈને ફિલ્મી સિતારા અને ક્રિકેટર પોતાના કિંમતી વોટ આપવા માટે આગળ આવ્યાં હતાં.

વાત કરીએ દિગ્ગજોની તો ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પત્ની નિતા અંબાણી સાથે મતદાન મથકે આવી પહોંચ્યા હતાં અને પોતાનો મત આપ્યો હતો. તો આ સાથે Bollywood જગતમાંથી મહાનાયક  Amitabh Bacchan, ધર્મેન્દ્ર, આમિર ખાન, દિપીકા પાદુકોણ, રણવીર સિંહ,  અનિલ કપૂર, ઐશ્વર્યા રાય, Jhanvi Kapoor,અક્ષય કુમાર, સંજય દત્ત, સોનાક્ષી સિંહા, સની દેઓલ, વિધ્યા બાલન, શાહિદ કપૂર, રાજકુમાર રાવ સહિતના કલાકારોએ મતદાન મથકે પહોંચીને પોતાનો મત આપીને લોકશાહી પર્વને હર્ષોલ્લાસ સાથે ઉજવ્યો હતો. વધુમાં ક્રિકેટર સચિન તેંડુલકર પણ પોતાનો વોટ આપવા માટે આગળ આવ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *