Manish Sisodia રહેશે જેલમાં, HC તરફથી ના મળી રાહત

Outlook Highlight:

1. AAP ના નેતા મનીષ સિસોદિયાના જામીનની અરજી ફગાવતી કોર્ટ

2. જાણો શું છે મનીષ સિસોદિયાનો આરોપ

૩. જાણો કેમ બતાવી સિસોદિયાને High Court એ લાલ આંખ

મીડિયા આઉટ લૂક ટીમ, નવી દિલ્લી :

21th May, 2024 09:25 PM

Delhi ના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાના જામીનને લઈને ચાલી રહેલી યાચિક પર હાઈકોર્ટે તંજ કસ્યો છે અને પૂર્વ ઉપમુખ્યમંત્રીની જામીન અરજીને ફગાવી દેતા કડક વલણ અપનાવ્યું છે.

મહત્વનું છે કે મનીષ સિસોદિયાને દારૂ કૌભાંડના આરોપસર ગયા વર્ષે ધરપકડ કરવામાં આવી હતી. પૂર્વ ઉપમુખ્યમંત્રીએ જામીનની અરજી હાઇકોર્ટમાં કરી હતી જેને લઈને કોર્ટે પોતાનો નિર્ણય સાંભળવી દીધો હતો અને જમાનતની અરજીને ફગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે મનીષ સિસોદિયાએ Money Laundering અને ભ્રષ્ટાચાર કેસમાં નીચલી અદાલત દ્વારા ખારીજ કરાયેલ કેસને હાઇકોર્ટમાં ચુનૌતી આપી હતી. અંહી નોંધી લેવું જોઈએ કે હાઈકોર્ટે CBI અને ED દ્વારા દાખલ બંને કેસમાં મનીષ સિસોદિયાને રાહત આપવા અંગે તંજ કસ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *