Outlook Highlight:
1. કેદારનાથ બાબાના દર્શન 20 કલાક માટે રહેશે ખુલ્લાં
2. ભક્તોએ કેદારનાથ બાબાના દર્શન માટે નહીં કરવી પડે પ્રતિક્ષા
૩. શ્રદ્ધાળુઓનો જોવા મળ્યો ભારે ધસારો
મીડિયા આઉટ લૂક ટીમ, નવી દિલ્લી:
22nd May, 2024 11:04 AM
કેદારનાથથી ભક્તો માટે આવી ખુશ ખબર. જી હાં! હવે ભક્તોએ ભોલે બાબાના દર્શન માટે નહીં કરવી પડે લાંબી પ્રતિક્ષા. કેદારનાથ મંદિર 24 કલકમાંથી હવે 20 કલાક માટે શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે. મહત્વનું છે કે સ્થાનિક પ્રશાસને આ નિર્ણય ભક્તોની ભારે ભીડ જોઈને લીધો છે.
20 કલાક માટે ખુલ્લું મુકાયેલ Kedarnath Baba ના મંદિરમાં દર્શનાર્થીને હવે બાબા કેદારનાથના દર્શનની સાથે સાથે ભગવાનના શૃંગાર, આરતી દર્શન અને વિશેષ પ્રકારની પૂજાઓ કરવાની પણ તક આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે યાત્રા ખુલ્લી મુકાતાં માત્ર 11 દિવસમાં જ અત્યાર સુધીમાં મળેલ આંકડા પ્રમાણે 3.19 લાખ જેટલા દર્શનાર્થીઓએ કેદારનાથ બાબાના દર્શનનો લાભ લીધો છે.
છેલ્લા કેટલાંક દિવસોથી ભક્તોના જોવા મળી રહેલા ભારે ધસારાના પગલે બદ્રિ-કેદાર મંદિર સમિતિ દ્વારા મંદિર 20 કલાક ખુલ્લું રાખવા માટે નિર્ણય લીધો હતો. વાત કરીએ મંદિરના regular સમયની તો બપોરે 3 થી 5 વાગ્યા સુધી મંદિર બંધ રહે છે જે દરમિયાન મંદિરની સફાઇ અને ભગવાનને ભોગ લગાવા જેવી બાબતોને મંદિર પ્રશાસન દ્વારા અનુસરવામાં આવે છે. પણ હાલમાં ભક્તોની જોવા મળી રહેલી ભારે ભીડને જોતાં આ સમય 1 કલાકનો કરવામાં આવ્યો છે અને એટલું જ નહીં શ્રદ્ધાળુઓ સાંજે 5થી લઈને 9 વાગ્યા સુધી ભગવાન કેદારનાથના દર્શનનો લાભ લઈ શકશે.