Outlook Highlight:
1. boAt Wave Sigma 3 સ્માર્ટવૉચ ભારતમાં થઈ લોન્ચ
2. 7 દિવસ સુધી સાથ આપે છે આ Smart Watch ની Battery
૩. જાણો શું છે આ Smart Watch ના ફિચર્સ અને તેની Price?
મીડિયા આઉટ લૂક ટીમ, ટેકનોલોજી ડેસ્ક:
24th May, 2024 11:59 AM
આજકાલ માર્કેટમાં નવી નવી ટેકનોલોજી ધૂમ મચાવી રહી છે પછી તે ભલે કોઈ પણ Gadget ના રૂપમાં હોય ત્યારે આજે અમે આ Article માં લઈને આવ્યાં છીએ Smart Watch વિશેની માહિતી, કે જે India માં હમણાં જ launch થઈ છે.
Recently boAt કંપનીએ India માં પોતાની નવી એક સ્માર્ટવૉચ લોન્ચ કરી છે કે જેનું નામ છે, boAt Wave Sigma 3. Square Dial વાળી આ સ્માર્ટવૉચમાં 2.1 ની મોટી ડિસ્પ્લે અને Map નેવિગેશનની સિસ્ટમ પણ આપવામાં આવી છે. તો આ સાથે આ સ્માર્ટવોચનું best ફિચર છે કે તેમાં 7 દિવસ સુધી ચાલી શકે તેવી બેટરી આપવામાં આવી છે.
શું છે boAt Wave Sigma 3 ની કિંમત
boAt Wave Sigma 3 ની price જોઈએ તો માલૂમ પડે કે આ સ્માર્ટવૉચ ઘણી પોકેટ ફ્રેન્ડલી છે એટલે કે New Launched સ્માર્ટવોચની કિંમત છે માત્ર 1,199 રૂપિયા. મહત્વનું છે કે આ સ્માર્ટવોચ ઘણાં બધા નવા નવા કલર્સ સાથે માર્કેટમાં Available છે.
શું છે boAt Wave Sigma 3 ના ફિચર્સ અને Specifications
boAt કંપનીના ફેન્સ માટે આ નવી સ્માર્ટવૉચ એક ફાયદેમંદ ડિલ સાબિત થઈ શકે છે. જી હાં! boAt Wave Sigma 3 ના Specifications જોઈએ તો, તે 2.01 ઈંચના મોટા ડિસ્પ્લે સાથે આવે છે, જેનું Resolution છે 240*296 પિક્સલ. આ સ્માર્ટવૉચમાં DIY વોચ Phase સ્ટુડિયો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત વૉચમાં MapmyIndia ની Navigation System પણ આપવામાં આવી છે.
વાત કરીએ ફિચર્સની તો, Health wise વૉચમાં હાર્ટ રેટ મોનીટર, Sp02 સેન્સર અને રિમાઈન્ડર પણ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટવૉચ 700 થી પણ વધારે Sports mode ને સપોર્ટ કરે છે. Fitness Target પૂરું કરવા પર તો Users ને રિવૉર્ડસ પણ આપવામાં આવે છે. ઉપરાંત boAt Wave Sigma 3 Bluetooth કોલિંગ અને SOS જેવા ફિચર્સને પણ સપોર્ટ કરે છે. આ સાથે boAt ની આ વૉચ ઇનબિલ્ટ ગેમ, મૌસમ એલર્ટ, Find my Phone જેવા ધાંસુ ફિચર્સથી પણ લોડેડ છે.