Cyclone Remal: જાણો ક્યાં ખાનાખરાબી કરી શકે છે રેમલ ચક્રવાત?

Outlook Highlight:

1. ચક્રવાત રેમલને લઈને આપી IMD એ મોટી જાણકારી

2. 26 મેના રોજ પશ્ચિમ બંગાળને ટકરાઈ શકે છે આ ચક્રવાત

૩. West Bengal માં પડી શકે છે ભારે વરસાદ

મીડિયા આઉટ લૂક ટીમ, નવી દિલ્લી:

25th May, 2024 11:56 AM

બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું ચક્રવાત અતિ ભીષણ રૂપ ધારણ કરી શકે છે. આ ચક્રવાત 26 મેની મધ્ય રાત્રે પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ પર તેમજ બાંગ્લાદેશના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ટકરાઈ શકવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. પરિસ્થિતિને જોતાં તંત્રએ માછીમારોને 27 મે સુધી દરિયો ન ખેડવાની સલાહ આપી છે.

ભારતીય મૌસમ વિભાગે આપેલી જાણકારી પ્રમાણે રેમલ ચક્રવાત અડધી રાત્રે પશ્ચિમ બંગાળના તટિય ક્ષેત્રને ધમરોળી શકે છે. વધુમાં જણાવ્યું હતું કે Monsoon-2024 પહેલાં સર્જાયેલું આ પહેલું ચક્રવાત છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે સ્થાનિક પ્રશાસન સાબદું થયું છે. આ ઉપરાંત મળેલ માહિતી પ્રમાણે રેમલ ચક્રવાત શનિવાર બપોર સુધીમાં તોફાનમાં ફેરવાઇ જશે અને શનિવાર રાત સુધીમાં તે વધુ તીવ્ર થાય તેવી શક્યતાઓ રહેલી છે.

હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતોના નામકરણની પ્રણાલી છે તે અનુસાર ઓમાને આ ચક્રવાતનું નામ રેમલ આપ્યું છે. વાત કરીએ ચક્રવાતની તો રવિવારે 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનું અનુમાન મૌસમ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ દરિયાઈ મોજા 1.5 મીટર સુધી ઊંચા ઉછડવાનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે ત્યારે સ્થાનિક લોકોને ઘરમાં રહેવા માટેની પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *