Outlook Highlight:
1. Game zone બન્યું મોતનું જોન, 15 થી વધારે લોકોનું કરાયું Rescue
2. Game zone માં લોકો હજુ ફસાયેલા હોવાની આશંકા
૩. બે દિવસ પહેલાં પણ લાગી હતી આગ: સૂત્રો
મીડિયા આઉટ લૂક ટીમ, રાજકોટ:
25th May, 2024 07:09 PM
રાજકોટ શહેરમાં આવેલા Nana Mauva વિસ્તારમાં આવેલા TRP ગેમ ઝોનમાં સાંજના સમયે અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી આકાશમાં ધુમાડાના ગોટે ગોટા હજુ પણ જોવા મળી રહ્યાં છે. તંત્રને જાણ થતાં જ ફાયર બ્રિગેડ ટીમ અને પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે લોકોને બચાવવાની કવાયત હાથ ધરી હતી તો બીજી બાજુ મળી રહેલ અહેવાલ પ્રમાણે 2 બાળકોનાં અત્યાર સુધી મોત નિપજ્યાં છે. આ આંકડો હજુ પણ વધી શકવાનું અનુમાન સેવાઇ રહ્યું છે ત્યારે ગેમ ઝોનમાં હાજર લોકોને પણ બચાવવામાં આવી રહ્યાં છે અને અંદર હજુ લોકો ફસાયેલા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. વધુમાં ઘટના સ્થળે લોકોને ભીડ ન કરવા માટે સૂચનાઓ તંત્ર તરફથી આપવામાં આવી રહી છે.