Election Phase 6: સાંજે 5 વાગ્યા સુધી થયું 57.7 ટકા મતદાન

Outlook Highlight:

1. લોકસભાની ચૂંટણીનું છટ્ઠા ચરણનું મતદાન પૂર્ણ

2. સૌથી વધારે West Bengal માં નોંધાયું મતદાન

૩. જાણો ક્યાં કેટલું મતદાન થયું

મીડિયા આઉટ લૂક ટીમ, નવી દિલ્લી:

25th May, 2024 07:45 PM

લોકસભા ચૂંટણીનું છઠ્ઠા તબક્કાનું મતદાન શનિવારે સાંજે 6 વાગ્યે પૂરું થઈ ગયું. ચૂંટણી પંચના જાહેર આંકડા પર નજર કરીએ તો, કુલ 58 બેઠકો પર સાંજે પાંચ વાગ્યા સુધી 57.7 ટકા  મતદાન થયું હતું. અને આ સાથે પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 77.99% મતદાન થવા પામ્યું છે. તો વાત કરીએ Jammu-Kashmir ની તો, અહીં મતદાન સૌથી વધુ 51.35% રહેવા પામ્યું છે.

અહીં તમને જણાવી દઈએ કે  58 સીટો પર આજે છટ્ઠા ચરણમાં મતદાન થવા પામ્યું હતું. વધુમાં, ઉત્તર પ્રદેશની 14, હરિયાણાની 10, બિહાર અને પશ્ચિમ બંગાળની 8-8 બેઠકો, ઓડિશાની 6 બેઠકો, ઝારખંડની 4 બેઠકો અને કાશ્મીરની એક બેઠક પર લોકોએ મતદાન કરીને લોકશાહી પર્વની ઉજવણી કરી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *