Rain Update: Gujarat માં વરસેલા ભારે વરસાદના પગલે પીએમ મોદીએ કરી સીએમ સાથે ટેલિફોનિક ચર્ચા

Outlook Highlight:

1. આજે પણ ગુજરાતનાં ઘણા જિલ્લાઓમાં ફૂંકાઈ રહ્યો છે તોફાની પવન

2. અત્યાર સુધી વરસાદી આફતને લીધે 28 થી વધુ લોકોના થઈ ચૂક્યા છે મોત

૩. વડોદરા, કચ્છ, જામનગર જેવા સ્થળોએ હજુ પણ વરસાદી પાણી ભરાતા લોકોને હાલકી

મીડિયા આઉટ લૂક ટીમ, ગુજરાત:

29th August, 2024 12:53 PM

ગુજરાતમાં શ્રાવણ માસમાં પડેલા મુશળધાર વરસાદને પગલે ઠેર ઠેર પૂરની પરિસ્થિતિ સર્જાવવા પામી છે ત્યારે હજુ આજે પણ સૌરાષ્ટ્રના ઘણા ખરા જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ વરસાદની સાથે જોરદાર પવન ફૂંકાતા જનજીવન પર માઠી અસર થતી જોવા મળી રહી છે. તો આ સાથે ગુજરાત પર આવેલી કુદરતી મુસીબતને લઈને પ્રધાનમંત્રી Narendra Modi એ ગુજરાતનાં મુખ્યમંત્રી Bhupendra Patel સાથે ટેલિફોનિક ચર્ચા કરીને પૂરની સંપૂર્ણ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને શક્ય એટલી તમામ મદદની અને રાહતની ખાતરી આપી હતી.

વધુમાં ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાત કરીને વરસાદના પાણી ઓસર્યા બાદ પૂરની ગંભીર સ્થિતિને જોતાં ગુજરાતની મુલાકાત લઈને પૂરગ્રસ્ત જિલ્લાઓનો સર્વે કરશે તેમજ જરૂરી એવી તમામ મદદ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *