Outlook Highlight:
1. અપનાવો કેલેન્ડર લગાવવા માટેની યોગ્ય રીત અને આવકારો નવા વર્ષને
2. શું તમને ખ્યાલ છે કઈ દિશા યોગ્ય છે કેલેન્ડર લગાડવા માટે
ગુજરાતીઓનું નવું વર્ષ સંવત 2028 શરૂ થઈ ગયું છે જયારે 2023નું વર્ષ પૂરું થઈને 2024નું વર્ષ આવવા જઈ રહ્યું છે ત્યારે જાણો કઈ દિશા શુભ છે કેલેન્ડર લગાવવા માટે? અને શું કહે છે વસ્તુ શાસ્ત્રના નિયમો આવો જાણીએ.
- ઘરમાં કે ઓફિસમાં નવું કેલેન્ડર લગાવતા પહેલાં જુનું કેલેન્ડર કાઢી લેવું હિતાવહ છે, જે બાદ જ નવું કેલેન્ડર લગાવવું જોઈએ. વાસ્તુ પ્રમાણે જો જુનું કેલેન્ડર લાગેલું હશે તો તમારી પ્રગતિ અને જીવન પર પડી શકે છે તેનો ખોટો પ્રભાવ.
- જો તમે ઘરમાં કોઈ ફોટા વાળું કેલેન્ડર લગાવી રહ્યાં છો તો ધ્યાન રાખો કે એ ફોટા કોઈ સકારાત્મકતાનો સંદેશો આપતી હોય. ક્યારેય પણ હિંસક જાનવર, દુઃખી ચેહરા કે પછી નકારાત્મકતા દર્શાવતા ફોટો વાળું કેલેન્ડર ઘરમાં લગાવવું જોઈએ નહીં.
- વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર ભુલથી પણ ના લગાવવું જોઈએ કેલેન્ડર. આમ કરવાથી તમારા પ્રગતિના રસ્તાઓ થઈ શકે છે બંધ.
- નવા વર્ષના કેલેન્ડરને ક્યારેય ના લગાવશો દરવાજાની પાછળ, કારણકે આવું કરવું હોય છે ખુબ જ અશુભ. એટલા માટે જ કેલેન્ડર લગાવવા માટેની યોગ્ય અને સાચી દિશા પસંદ કરવાની આપવામાં આવે છે સલાહ.