Outlook Highlight:
1. વાસ્તુ પ્રમાણે કઈ દિશામાં હોવું જોઈએ તમારું રસોડું?
2. મુખ્ય દરવાજો કઈ દિશામાં રાખવાથી ખુલે છે પ્રગતિના દ્વાર
પૂર્વ દિશા: આ દિશાએ સૂર્યોદયની દિશા છે, વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે જો ઘરનો મુખ્ય દરવાજો આ દિશામાં હોય તો તે ફળદાયી માનવામાં આવે છે એટલું જ નહીં આ દિશમાં રાખવામાં આવેલી બારી પણ એટલીજ શુભ અને સકારાત્મક માનવામાં આવે છે.
પશ્ચિમ દિશા: આ દિશામાં ઘરનું રસોડું કે બાથરૂમ હોવું ઉત્તમ માનવામાં આવે છે પણ ધ્યાન રહે કે રસોડું અને બાથરૂમ પાસે પાસે ના હોવા જોઈએ.
ઉત્તર દિશા: આ દિશા બારી કે દરવાજા રાખવા માટે એકદમ શ્રેષ્ઠ માનવામાં આવે છે અને ઘરમાં રહેલી બાલ્કની કે વોશ બેસિન આ દિશામાં હોવા સારા માનવામાં આવે છે.
દક્ષિણ દિશા: આ દિશામાં કોઈ પણ પ્રકારની ખુલ્લી જગ્યા કે શૌચાલય હોવું એ અશુભ માનવામાં આવે છે.
ઉત્તર-પૂર્વ દિશા (ઈશાન ખૂણો): આ દિશા જળનું સ્થાન માનવામાં આવે છે. આ દિશામાં પાણીનો બોર, સ્વિમિંગ પૂલ, પૂજા સ્થળ વગેરે હોવું શુભ અને ઉત્તમ માનવામાં આવે છે.
ઉત્તર-પશ્ચિમ દિશા (વાયવ્ય ખૂણો): આ દિશામાં બેડરૂમ, ગેરેજ, ગૌશાળા વગેરે હોવું એ ઘર અને ધંધા એમ બંને માટે ઉત્તમ ગણવામાં આવે છે.
દક્ષિણ-પૂર્વ દિશા (અગ્નિ ખૂણો): આ દિશામાં ગેસ, બોઈલર, ટ્રાન્સફોર્મર વગેરે હોવું સારું માનવામાં આવે છે.
દક્ષિણ-પશ્ચિમ દિશા (નૈઋત્ય ખૂણો): આ દિશામાં કોઈ પણ પ્રકારની ભારે વસ્તુ જેવીકે કબાટ કે પછી પટારા રાખવા અશુભ માનવામાં આવે છે.