ગાડી ખરીદવાનું વિચારો છો? જો જો વાર ના લગાડતા કારણકે ગાડીઓ થવા જઈ રહી છે મોંઘીદાટ

Outlook Highlight:

1. જાન્યુઆરીથી ગાડી ખરીદવી થશે મોંઘી
2. જાણો કઈ કઈ કંપનીઓએ વધાર્યા ભાવ

આજકાલ જ્યાં જુઓ ત્યાં મોંઘવારી અને ભાવના વધારા સામે આવી રહ્યાં છે ત્યારે ઓટો જગતમાંથી પણ મળી રહ્યાં છે કંઈક આવા જ સમાચાર. જી હાં! ગાડી ખરીદવી કોને ના ગમે! સૌ કોઈનું સપનું હોય છે ગાડી ખરીદવાનું પણ હવે આ સપના થવા જઈ રહ્યુ છે મોંઘુદાટ. એક તરફ નવું વર્ષ આવવા જઈ રહ્યું છે તો બીજી તરફ જાન્યુઆરીથી વધવા જઈ રહી છે ગાડીઓની કિમત. જો ગાડી ખરીદવા માટે તમે નવા વર્ષની રાહ જોઈ રહ્યાં છો, તો તો ચોક્કસપણે તમારે હવે પ્લાન બદલવો જ જોઈએ. પહેલાં જયારે મારુતિ સુઝુકીએ તેની ગાડીઓના ભાવ વધારીને બધાને ચોંકાવી દીધા છે ત્યારે આ લિસ્ટમાં હવે મહિન્દ્રા, ટાટા, ઓડી ઇન્ડિયા અને મર્સીડીઝ જેવી કંપનીઓ પણ ઉમેરાઈ ગઈ છે. હવે જયારે આ કંપનીઓએ ગાડીઓના ભાવ વધારાનું એલાન કરી જ દીધું છે ત્યારે આવનાર સમયમાં બાકીની ઓટો સેક્ટરની કંપનીઓ પોતાની ગાડીઓની કિમતમાં વધારો કરે તો કોઈ નવાઈ નહીં.

જાણો શું કામ વધી રહ્યાં છે ગાડીઓના ભાવ
ગાડીઓની કિમત વધવાની પાછળ મુખ્ય કારણ છે કાચા માલની કિમતમાં સતત વધારો. જેની અસર ગાડીના મેન્યુફેક્ચરીંગ કોસ્ટ પર પણ થઇ રહી છે. આ પ્રેશરના લીધે કંપનીઓએ પોતાની ગાડીઓની કિમતમાં વધારો કરવાની ફરજ પડી છે. ભારત દેશની સૌથી મોટી કંપની ગણાતી મારુતિ સુઝુકીએ ઇન્ડિયામાં અને ખાસ કરીને ઓટો જગતમાં સસ્તી અલ્ટોથી લઈને લક્ઝુરીયસ કાર લોન્ચ કરી છે. જેની એક્સ શોરૂમ કિમત રૂપિયા 3.54 લાખથી શરૂ કરીને રૂપિયા 28.42 લાખ સુધીની છે. મહત્વનું છે કે આ દરેક ગાડીઓના મોડલની કિમતમાં તેના વેરીયન્ટ પ્રમાણે વધારો કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *