Tiger-3: જાણો સલમાન ખાનની ફિલ્મ ટાઈગર-3 એ બોક્સ ઓફીસ પર કેવી મચાવી ધૂમ

Outlook Highlight:

1. દિવાળી પર રીલીઝ થઇ છે ટાઈગર-3
2. 10માં દિવસે ટાઈગર-૩ના કલેકશનમાં જોવા મળ્યો ભારે ઘટાડો
3. સલમાન સ્ટારર ફિલ્મને 250 કરોડનું કલેક્શન થશે કે નહીં તેની ઉપર પણ ઉઠી રહ્યા છે સવાલ

સલમાન ખાનની ફિલ્મોને જાણે કોઈની નજર લાગી હોય તેવું લાગી રહ્યું છે. જી હાં! દિવાળી પર તાજેતરમાં રીલીઝ થયેલી ફિલ્મ ટાઈગર-3 એ બોક્સ ઓફીસ પર પહેલાં અઠવાડિયે સારી એવી સફળતા તો મેળવી છે પણ સલમાન ખાન અને કેટરીના કૈફ સ્ટારર ટાઈગર-3ના કલેક્શનમાં 10માં દિવસે ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ફિલ્મના કલેક્શનને જોતા લાગે છે કે સલ્લુભાઈની ફિલ્મને સારો પ્રતિસાદ નથી મળી રહ્યો. વિક ડેઈઝને જોઇને તો લાગે છે કે ટાઈગર-૩ નો હાલ ખરાબ થઇ રહ્યો છે. તાજેતરમાં જોવા મળેલા 10માં દિવસના કલેક્શનને જોતા તો લાગે છે કે આ ફિલ્મ 250 કરોડનો લક્ષ્યાંક મેળવી શકશે કે કેમ? તમને જણાવી દઈએ કે દિવાળીના તહેવાર નિમિતે રીલીઝ થયેલી ફિલ્મ ટાઈગર-૩માં સલમાન ખાન, કેટરીના કૈફ અને વિલનના રૂપમાં ઈમરાન હાસ્મીએ પોતાનો કિરદાર નિભાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *