Outlook Highlight:
1. ખીચડી-2 ને મળ્યો નબળો પ્રતિસાદ
2. બોક્સ ઓફીસ પરનું કલેકશન જોવા મળ્યું નબળું
3. હીટ ફિલ્મને નડી વર્લ્ડકપ ફાઈનલની મેચ, લોકો ના આવ્યાં ફિલ્મ જોવા
આતિશ કાપડિયા અને જેડી મજેઠિયાની ફિલ્મ ખીચડીને શરૂઆતના ૨ દિવસ સારો એવો લોકોનો પ્રતિસાદ જોવા મળ્યો હતો, પણ પછીથી ફિલ્મનું કલેક્શન સતત ઘટતું જોવા મળ્યું જેનું કારણ છે ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયાની ફાઈનલ વર્લ્ડકપ મેચ. જી હાં! રવિવારના દિવસે રમાયેલી વર્લ્ડકપ મેચના લીધે ખીચડી-2નું કલેક્શન માત્ર રૂપિયા 60 લાખ નોંધવા પામ્યું હતું જયારે શુક્રવાર અને શનિવારના રોજ કલેકશન અનુક્રમે રૂપિયા 1.1 કરોડ અને 1.35 કરોડ નોંધાયું હતું. અત્યાર સુધીનું ફિલ્મનું કલેક્શન માત્ર રૂપિયા 3.5 કરોડ નોંધાતા મેકર્સમાં નિરાશા જોવા મળી રહી છે. પણ હવે ફિલ્મને જે રીતે પ્રતિસાદ લોકોનો જોવા મળી રહ્યો છે તે જોતા લાગી રહ્યું છે કે ફિલ્મનું કલેક્શન આશાસ્પદ રીતે વધી શકે છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ દિવાળી પર રીલીઝ થવા પામી છે, ખીચડી ફિલ્મને મળેલી સારી સફળતાને લીધે મેકર્સે ખીચડી-2 બનાવાનો નિર્ણય લીધો હતો જે તેમના પ્રેક્ષકોને પેટ પકડીને હસાવે છે. લોકોમાં હંસા અને પ્રફુલના ડાયલોગ પણ એટલા જ ફેમસ છે અને વાઈરલ પણ થઈ રહ્યાં છે.