Outlook Highlight: `
1. શાહરૂખ અને તાપસીનો જોવા મળ્યો રોમેન્ટિક અંદાજ
2. ડીસેમ્બર-2023માં રીલીઝ થવા જઈ રહી છે આ ફિલ્મ
3. રાજકુમાર હિરાણીએ ડંકી ફિલ્મના પહેલાં ગીતની સોશિયલ મીડિયા પર આપી માહિતી
રાજકુમાર હિરાણી દિગ્દર્શિત ફિલ્મ ડંકીનું પહેલું સોન્ગ થઇ ગયું છે રીલીઝ, કે જેમાં કિંગખાન જોવા મળી રહ્યાં છે તાપસી પન્નુ સાથે રોમાંસ કરતાં. તમને જણાવી દઈએ તો કિંગખાનનો આ અવતાર તેમના ચાહકોને ખુબ પસંદ આવી રહ્યો છે. આવતા મહીને રીલીઝ થનારી આ ફિલ્મનું પહેલું ગીત “ડીંકી ડ્રોપ-2 લુટ પુટ ગયા” રીલીઝ થઇ ગયું છે જેની માહિતી રાજકુમાર હિરાણીએ ટ્વીટ કરીને આપી હતી. આ ગીતને જોતા તો લાગે છે કે કિંગખાન ફિલ્મની લીડ હિરોઈનના પ્રેમમાં દિવાના છે અને પાર્ટી કરી રહ્યાં છે, એકદમ અલગ અંદાજ સાથે શાહરૂખનો ડાન્સ જોવા મળ્યો છે તો બીજી બાજુ તાપસીએ પણ તેના કિરદારથી તેના ફેન્સને મોહી લીધા છે. આ ફિલ્મ બોક્સ ઓફીસ પર ધૂમ મચાવશે કે કેમ એતો આવનારો સમય જ બતાવશે પણ ફિલ્મના આ ગીતને જોતા તો લાગે છે કે ફિલ્મની વાર્તા કાંઇક હટકે છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં શાહરૂખ ખાન, તાપસી પન્નુ સાથે બોમન ઈરાની, વિકી કૌશલ અને અનિલ ગ્રોવર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.