Outlook Highlight:
1. ડિફેન્સ સેકટરને લઈને આવ્યાં મોટાં સમાચાર
2. નિવેશકારોના પૈસા થયા 6 મહિનામાં ડબલ
નવી દિલ્લી: બિઝનેસ જગતમાં આવ્યાં ખાસ સમાચાર, ડિફેન્સ સેક્ટરની દિગજ્જ ગણાતી કંપની ઝેન ટેકનોલોજી લિમિટેડને લઈને આવ્યાં સારા સમાચાર. આ નામચીન કંપનીએ ગોવા સરકાર સાથે હાથ મળાવી લીધા છે. શુક્રવારના રોજ આ કંપનીના શેરના ભાવ 0.72 ટકાની તેજીની સાથે 759.60 લેવલ પર પહોચીને બંધ થવા પામ્યા હતાં. ઉલ્લેખનીય છે કે છેલ્લા 1 વર્ષથી કંપનીના શેરોમાં સતત તેજી જોવા મળી રહી છે.
મળેલ માહિતી અનુસાર, કંપનીએ ગોવા સરકાર સાથે મળીને રીસર્ચ એંડ ડેવલોપમેન્ટ એંડ મેન્યુફેક્ચરિંગ સેન્ટર બનાવવાને લઈને કરાર થવા પામ્યા છે. તમને જણાવી દઈએ કે કંપની આ સેટ અપ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર (EMC), ટ્યુમ ગોવામાં લગાવશે. વધુમાં, ડિફેન્સ સેક્ટરની આ કંપનીના શેરોમાં છેલ્લા 1 મહિનામાં 12ટકાથી પણ વધારે વધારો જોવા મળી રહ્યો છે. તો બીજીતરફ છેલ્લા 6 મહિનામાં રોકાણકારોને 100 ટકાથી પણ વધારે રીટર્ન મળવા પામ્યું છે. મહત્વનું છે કે 1 વર્ષમાં અત્યારસુધી આ શેરે 291 ટકાવારીની તેજીનો લક્ષ્યાંક મેળવી લીધો છે.
ઝેન ટેકનોલોજી લિમિટેડનો માર્કેટ કેપ 6384 કરોડ રૂપિયા છે. આ કંપનીનો શેર 52 વિક હાઈ 912.55 રૂપિયા જયારે 52 વિક લો 175.50 રૂપિયા રહેવા પામ્યો હતો.