Outlook Highlight:
1. તાતાના IPOએ ગ્રે માર્કેટમાં કરાવ્યાં લીલા લહેર
2. ગ્રે માર્કેટમાં શેર 414 રૂપિયાએ કરી રહ્યાં છે ટ્રેડ
તાતા ટેકનોલોજીનો IPO બિઝનેસ જગતમાં હાલ ધૂમ મચાવી રહ્યો છે. મળેલ એક અહેવાલ પ્રમાણે ગ્રે માર્કેટમાં કંપનીના શેર 414 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા હતાં. જો આ હાલ રહ્યાં તો કંપનીનું લિસ્ટિંગ 914 રૂપિયા પણ થઇ શકે છે. ગયા અઠવાડિયે રોકાણકારો IPOમાં રોકાણ કરવાને લઈને ઘણાં વ્યસ્ત જોવા મળ્યાં. તાતા ટેકનોલોજી સહીત અન્ય 5 કંપનીઓના IPO પર પૈસા લગાવવા માટે રોકાણકારોમાં ઘણી રૂચી જોવા મળી. ટોટલ 7400 કરોડ રૂપિયાના IPO પર 3 લાખ કરોડ રૂપિયાની બોલી લાગી છે. છેલ્લા 3 દિવસમાં તો તાતા ટેકનોલોજીના IPOને તો ૯૦ ટકા જેટલા સબસ્ક્રિપ્શન મળવા પામ્યાં છે.
તાતા ટેકનોલોજીના IPOમાં જોવા મળી તેજી
શેર માર્કેટમાંથી મળેલ અહેવાલ પ્રમાણે ગ્રે માર્કેટમાં કંપનીના શેર 414 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. જો આ જ હાલ રહ્યો તો અંદાજો લગાવી શકાય છે આ કંપનીનું લિસ્ટિંગ 914 રૂપિયા પર પહોંચે તો કોઈ નવાઈ નહીં. રોકાણકારોને પહેલાં દિવસે જ 82.80 ટકા જેટલો લાભ થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે તાતા ટેકનોલોજીનો પ્રાઈઝ બેન્ડ 475 રૂપિયાથી લઈને 500 રૂપિયા પ્રતિ શેર હતો.
જાણો છેલ્લાં 3 દિવસમાં કઈ રીતે વધ્યા સબસ્ક્રિપ્શન
પહેલાં દિવસે જ તાતા ટેકનોલોજીના IPOને 6.34 ટકા જેટલું સબસ્ક્રિપ્શન મળ્યું હતું. જયારે બીજા દિવસે 15.10 ટકા સબસ્ક્રિપ્શન નોંધવા પામ્યું હતું. જયારે ત્રીજા અને છેલ્લાં દિવસે તાતાના આ IPOને 69.43 ટકા જેટલું સબસ્ક્રિપ્શન મળ્યું હતું. આ સાથે તમને જણાવી દઈએ કે આ IPOની લોટ સાઈઝ ૩૦ શેરોની હતી. હવે આ IPO પર દાવ લગાવનાર રોકાણકારોને રાહ છે તો માત્ર ૩૦ નવેમ્બર, 2023ની કે જે દિવસે શેરોનું એલોટમેન્ટ થવા જઈ રહ્યું છે.