જાણો PM MODI સરકારની સ્કીમ વિશે જેમાં દર મહીને મળશે કેશબેક

Outlook Highlight:

1. લોન પર મળશે 7%ના વ્યાજદરે સબસિડી
2. કમાલ છે મોદી સરકારની આ સ્કીમ
3. જાણો PM સ્વનિધિ સ્કીમ શું છે

કોરોનાકાળ જેવા કપરા સમયને મ્હાત આપવા માટે કેન્દ્ર સરકાર તરફથી ઘણી આર્થિક મદદ મળવા પામી હતી જે હેઠળ મોદી સરકારે સ્ટ્રીટ વેન્ડર્સને રાહત મળે એ માટે એક સ્કીમની શરૂઆત કરી હતી, જેનું નામ છે પીએમ સ્વનિધિ સ્કીમ. જી હાં! આ સ્કીમ લોન્ચ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્ટ્રીટ વેન્ડર્સને આ મહામારીમાંથી રાહત આપવાની સાથે ફરીથી એ લોકોને પગભર થવાને સહાયરૂપ હતી જેમાં કોઈ પણ જાતની ગેરંટી વગર જ લોનની સુવિધા આપવાની હતી.

50 હજાર રૂપિયા સુધીની મળશે લોન:
એક વર્ષના સમય માટે આ લોન વિના કોઈ ગેરંટી 10 હજાર રૂપિયા સુધીની મળે છે. જો કોઈ વ્યક્તિ સમય પર લોન ચુકવે છે તો તેને 20 હજાર રૂપિયાની લોનની બીજી અને 50 હજાર રૂપિયાની લોનના ત્રીજા હપ્તાની સુવિધા મળશે. આ સાથે જ કેન્દ્ર સરકાર 7%ના વ્યાજદર સાથે સબસિડી આપશે. આ સ્કીમથી ગ્રાહકોને 1200 રૂપિયા સુધીનું કેશબેક મળવા પાત્ર છે. આ લોનની સુવિધા મહત્તમ લાભાર્થીઓ સુધી પહોચે તે માટે રાજ્યોની સરકારને અલગ અલગ જવાબદારી સોપવામાં આવી છે, જેમાં સમાચાર પત્રોમાં આપવામાં આવતા વિજ્ઞાપન, ટેલીવિઝન વિજ્ઞાપન, રેડિયો જીંગલ દ્વારા સમય સમય પર જાગૃતતા અભિયાન ચાલવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ યોજનાના પ્રસાર માટે રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને નિયમિતપણે સ્થાનિક ભાષાઓમાં સૂચનાઓ, શિક્ષા અને સંચાર સામગ્રી પણ પહોચાડવામાં આવી છે. આ યોજનાની વધુ માહિતી માટે http://pmsvanidhi.mohua.gov.in લીંક પર વિઝીટ કરી વધુ માહિતી મેળવી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *