જો તમે આમળાં નથી ખાધા તો કરી રહ્યાં છો મોટી ભુલ, આમળામાં છુપાયેલા છે રહસ્યના ભંડાર, જાણો કઈ રીતે ફાયદેમંદ છે સ્ત્રીઓ માટે આમળાંનો રસ

Outlook Highlight:

1. આમળાંનું સેવન શરીરમાં વધારે છે ઇમ્યુનિટી સિસ્ટમ
2. આમળાં શરીરમાંથી કચરો કરે છે દૂર

Women’s Talk: આમળાંમાં છુપાયેલા છે એવા રહસ્યો કે જે ના માત્ર સારા છે તમારી સ્કીન માટે પણ શરીરની ઇમ્યુનિટી સિસ્ટમને પણ મજબૂત બનાવે છે. આમળાંમાં હોય છે પોષક તત્વોનો ખજાનો. ઘણી જગ્યાએ આમળાંને પલાળીને ખાવામાં આવે છે તો ક્યાંક કેન્ડી બનાવીને કે પછી તેનો મુરબ્બો, પાચન આમળાં બનાવીને સેવન કરવામાં આવે છે. આમળાં બનાવવાની પદ્ધતિ ભલે ને કોઈ પણ હોય પણ તે શરીર માટે ખુબ ફાયદેમંદ હોય છે. શિયાળો આવે કે આમળાંની સિઝન શરૂ થઇ જતી હોય છે નાના બાળકો અને ખાસ કરીને સ્ત્રીઓને આમળાં અતિશય ભાવતા હોય છે. આખું વર્ષ આમળાંની રાહ જોયા પછી જયારે શિયાળામાં આમળાં આવે ત્યારે આખું વર્ષ સાચવવાની તૈયારીમાં તે લાગી જતા હોય છે.

આમળાં ખાસ કરીને સ્કીન કેર પ્રોડક્ટ અને હેર કેર પ્રોડક્ટ્સમાં તેનો ઉપયોગ લેવામાં આવે છે. આ ગુણકારી આમળાંમાં રહેલાં પૌષ્ટિક તત્વોની વાત કરીએ તો વિટામીન સીની અતિશય માત્રા જોવા મળે છે, જે આરોગ્ય માટે ખુબ જ લાભદાયી છે. અહીંયાં આજે અમે ખાસ સ્ત્રીઓ માટે લઈને આવ્યાં છીએ આમળાંના સેવનથી થતાં ફાયદા વિશેની માહિતી, જેને વાંચીને તમે પણ આશ્ચર્ય પામી જશો.

શરદી-ઉધરસને ડામવા માટેનો છે અક્ષીર ઈલાજ: આમળાંનો રસ પીવાથી શરદી અને ઉધરસથી છુટકારો મળે છે. જેના માટે 2 ચમચી આમળાંનો રસ લઈ તેની સરખી માત્રામાં મધ ઉમેરીને સેવન કરવાથી શરદી અને ઉધરસમાંથી મળે છે છુટકારો.

કોલેસ્ટ્રોલને લાવે છે કંટ્રોલમાં: આમળાંમાં રહેલું એમીનો એસિડ અને એંટી-ઓક્સિડંટ નામનું તત્વ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. આ રસનું નિયમિત રીતે યોગ્ય માત્રામાં સેવન કરવાથી થઇ શકે છે ઘણાં ફાયદા. તમને જાણીને નવાઈ લાગશે કે આમળાં એ ના માત્ર કોલેસ્ટ્રોલ માટે પણ હૃદયને સ્વસ્થ રાખવા માટે પણ મદદ કરે છે.

શરીરનો કચરો કરી ફેંકે છે દૂર: આમળાંમાં આમ જોવા જઈએ તો મહત્વના તત્વો જોવા મળે છે જેમ કે કેલ્સિયમ, ફોસ્ફરસ અને આયરન. આ પૌષ્ટિક તત્વો ધરાવતો આમળાનો રસ શરીરમાંથી કચરો દૂર કરી ફેંકે છે એટલે કે શરીરમાં જમા થયેલાં ટોક્સીન પણ બહાર નીકાળી ફેંકે છે. શરીરમાંથી ટોક્સીન નીકળી જવાથી પેટની સફાઈ થઇ જાય છે અને પાચનતંત્ર મજબૂત બને છે. શરીરમાંથી કચરો નીકળવાથી લીવરના સ્વાસ્થ્યમાં પણ સુધારો આવે છે.

રોગ પ્રતિકારક શક્તિમાં થાય છે સુધારો: વિટામીન સીથી ભરપૂર આમળાં શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને પણ મજબૂત કરવાનું કામ કરે છે. આપણને સૌને ખ્યાલ જ છે કે જો શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ જો મજબૂત ના હોય તો કોઈ પણ વ્યક્તિ તરત જ રોગોની ઝપેટમાં આવી જતિ હોય છે, અને એનાથી શરીરને જલ્દી છુટકારો પણ નથી મળતો જે માટે ઈમ્યુનીટી સિસ્ટમ જવાબદાર હોય છે પણ આમળાનું સેવન આ પરીસ્થિતિનો એક રામબાણ ઈલાજ છે.

ત્વચાના આરોગ્યમાં થાય છે સુધારો: આમળાંનો રસ શરીરની આંતરિક સફાઈ કરીને શરીરમાં રહેલો ખરાબ કચરો બહાર નીકાળી ફેંકે છે, જેની અસર ત્વચા પર પણ જોવા મળે છે અને ત્વચા નીખરી ઉઠે છે. સ્ત્રીઓ આમળાંનો રસ પીવાની સાથે સાથે તેને ચહેરા પર પણ લગાવી શકે છે અને વાળમાં પણ આમળાંનો રસ લગાવવો ફાયદાકારક હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *