Outlook Highlight:
1. જાણો એવી રેસિપી વિશે જે થાય છે ઓછા સમયમાં તૈયાર
2. સ્વાદની સાથે સાથે મળશે પૌષ્ટિક તત્વો
1. બ્રાઉન બ્રેડ હેલ્ધી રેસિપી
આ રેસિપી ના માત્ર સ્વાદિષ્ટ હોય છે પણ તેની સાથે બ્રાઉન બ્રેડ વજન ઉતારવામાં પણ મદદ કરે છે. આ રેસિપીને આરોગવાથી શરીરને મળે છે ઓમેગા-3, ફૈટી એસિડ, ફોલેટ અને પોટેશિયમ નામના તત્વો જેનું ડાયટ પ્લાનમાં ચોક્કસપણે ઉમેરો કરવાથી મળી શકે છે ઘણાં ફાયદા. આવો જોઈએ બ્રાઉન બ્રેડ બનાવવાની રીત:
સામગ્રી:
બ્રાઉન બ્રેડ- 8 સ્લાઈસ
સમારેલી ડુંગળી- 3 નંગ
સમારેલા ટામેટાં- 3 નંગ
લીલા મરચા- 4 નંગ
મીઠું- સ્વાદ અનુસાર
ચાટ મસાલો- 1 નાની ચમચી દે
શી ઘી- ૨ મોટી ચમચી
સર્વિંગ માટે- સોસ કે લીલી ચટણી
બ્રાઉન બ્રેડ બનાવવાની રીત:
સૌ પ્રથમ બે નંગ બ્રાઉન બ્રેડ લઈને તેને ચારે બાજુ દેશી ઘી લગાવી દ્યો. બીજી તરફ એક બાઉલમાં ઉપર મુજબની સમારેલી સામગ્રીને ઉમેરીને તેમાં સ્વાદ અનુસાર મીઠું અને તેમાં ચાટ
મસાલો ઉમેરી એક વખત મિક્સ કરી દ્યો. ત્યારબાદ આ તૈયાર કરેલી પેસ્ટને બંને બ્રાઉન બ્રેડ લઈને એક સાઈડ પર સ્પ્રેડ કરીને બ્રેડને ટોસ્ટરમાં કે પછી તવા પર થોડું ઘી લગાવીને શેકી લો. બંને સાઈડ યોગ્યરીતે શેકાઈ જાય ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં લઈને કોથમીરની લીલી ચટણી કે પછી સોસ સાથે સર્વ કરો.
આ ઉપરોક્ત રેસિપી ના માત્ર સ્વાદમાં સ્વાદિષ્ટ છે પણ તેની સાથે જે લોકો ડાયટ કરે છે અને વજન ઉતારવા માંગે છે તેના માટે પણ એટલી જ ફાયદાકારક અને હેલ્ધી છે.